ફુલ સ્પીડે બાઈક ચલાવતા સ્લીપ થવાથી એક યુવાનનો ભોગ લેવાયો
જામનગરથી રાજકોટના ઉર્ષના કાર્યક્રમમાં બાઈક પર જઈ રહેલા યુવાનો પૈકી રેસ લગાવી રહેલા જામનગરના એક યુવાનનું બાઇક સ્લીપ થઈ જવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજયું છે.
જામનગરમાં બેડેશ્વર કાપડ મિલની ચાલી વિસ્તારમાં રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો વિમલ કિશોરભાઈ પરમાર નામનો ૨૮ વર્ષનો યુવાન જામનગરથી રાજકોટના ઉર્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તા. ૨૬ના પોતાના ઘેરથી બાઈક લઈને નીકળ્યો હતો. જેની સાથે અન્ય કેટલાક યુવાનો પણ બાઈક સાથે નીકળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેઓ ફૂલ સ્પીડમાં બાઈક ચલાવીને રેસ કરી જઈ રહ્યા હતા, જે દરમિયાન વિમલ પરમારનું બાઈક લૈયારા ગામના પાટીયા પાસે સ્લીપ થઈ ગયું હતું, અને તેને ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવ અંગે ધ્રોલ પોલીસે મૃતક વિમલ પરમારના મોટાભાઈ રવિ કિશોરભાઈ પરમારનું નિવેદન નોંધી ધ્રોલ પોલીસમાં મથકમાં મૃતક સામે બેદરકારીપૂર્વક બાઈક ચલાવવા અંગે ગુન્હો નોંધ્યો છે.
પ્રાથમિક દ્રષ્ટિએ જામનગરથી નીકળેલા યુવાનો બાઈકમાં રેસ લગાવી રહ્યા હોવાનું કેટલાક લોકો મારફતે જાણવા મળ્યું હતું, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ તેની સાથે બાઈક પર નીકળેલા અન્ય કોઈનો સંપર્ક થઈ શક્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech