રાજકોટમાં અવધના ઢાળ પાસે વીર સાવરકરનગરમાં રહેતા અને નર્સિંગ કેર તરીકે નોકરી કરનાર યુવાનને જામનગર રહેતા સાળા તથા સાસરિયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનની પત્નીને જામનગર સ્થિત સૈનિક સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું હોય પણ દીકરીની તબિયત સારી ન હોવાથી પતિએ જવાની ના કહી હતી. આ બાબતનો ખારે રાખી સાસરિયાઓએ રાજકોટ આવી ઝઘડો કર્યો હતો.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં અવધના ઢાળ પાસે વીર સાવરકરનગર એ ૩૦૩ માં રહેતા વિપુલ નાનજીભાઈ દાફડા(ઉ.વ ૪૨) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જામનગરમાં રહેતી પોતાની પત્ની રીટા, તથા સસરા મગનભાઈ, સાસુ દીવાળીબેન, પાટલા સાસુ મનીષા કૌટુંબિક સાળો હાર્દિક પરમારના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે નર્સિંગ કેર તરીકે કામ કરે છે. આજથી સાડા ચારેક વર્ષ પૂર્વે જામનગર રહેતા મગનભાઈ સોલંકીની દીકરી રીટા સાથે તેના લગ્ન થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે છેલ્લા ત્રણ વર્ષથી પત્ની તેના માવતર રિસામણે છે અને જામનગર ફેમિલી કોર્ટમાં કેસ પણ ચાલે છે. જોકે આ દરમિયાન પત્ની અવારનવાર અહીં પતિના ઘરે રોકાવા આવતી હતી.
ગત તારીખ ૨૩/૨/૨૦૨૪ ના સાંજના સાતેક વાગ્યા આસપાસ પત્ની રીટાને પીએચડીની એકઝામ જુનાગઢ ખાતે હોવાથી તે પુત્રી સાથે અહીં રોકાવા આવી હતી. દરમિયાન ગઈકાલ સાંજના સાતેક વાગ્યે પત્નીને સોમવારે સૈનિક સ્કૂલ જામનગર ખાતે ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય જેથી તે પોતાનો થેલો ભરતી હતી. યુવાને કહ્યું હતું કે દીકરીની તબિયત સારી નથી તો રોકાઈ જા તારે નથી જવું. જેથી રીટાએ કહ્યું હતું કે, મારે જવું છે હું નથી રોકાવાની, યુવાને કહ્યું હતું કે, દીકરીની સામે તો જો તેની તબિયત સારી નથી આ સાંભળી રીટા ઉશ્કેરાઈ હતી અને કહ્યું હતું કે મને રોકવાવાળો તું કોણ? બાદમાં તેણે પોતાના પિતાને ફોન કરી દેતા સાસરિયાંઓ ગાડી લઈ અહીં યુવાનના ઘરે આવી પહોંચ્યા હતા. અહીં આવી યુવાનને કહેવા લાગ્યા હતા કે, તું મારી છોકરીને કેમ મારા ઘરે આવવા દેતો નથી. પાટલા સાસુએ કહ્યું હતું કે, ગઈ વખતે મારા પતિએ તને ખાલી ધમકી આપી હતી પરંતુ આ વખતે તને કાપી નાખીશું. આ દરમિયાન કૌટુંબિક સાળા હાર્દિકે ઉશ્કેરાઇ જઇ યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી તેણે પોલીસને જાણ કરી દીધી હતી. બાદમાં તેણે આ અંગે પત્ની સહિતના સાસરિયાંઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech