હાલ રાજકોટમાં કાલાવડ રોડ પર નાનામવા પાસે આંબેડકર નગર શેરી નંબર છ માં રહેતા મૂળ લોધિકાના ધૂળિયા દોમડા ગામના વતની કાનજીભાઈ લાલજીભાઈ બાબરીયા (ઉ.વ 35) નામના યુવાને મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના ખીરસરામાં રહેતા જગદીશ ઝીણાભાઈ બાબરીયા, મયુર જગદીશભાઈ બાબરીયા, છગન ખેતાભાઇ બાબરીયા, યશવંત છગનભાઈ બાબરીયાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે હુ રાજકોટ મારા ઘરે હતો ત્યારે મને મારા કાકા જગદીશ જીણાભાઇ બાબરીયા જે ખીરસરા ખાતે રહે છે તેનો ફોન આવેલ કે, તું છગનભાઈ બાબરીયા અને તેના દીકરાને દોમડાની તેમની જમીન બાબતે શું કામ ફોન કરે છે કહીને ગાળો આપવા લાગેલ હતા. જેથી મે કહેલ કે હુ ત્યાં ખીરસરા આવુ છુ, આપણે વાત કરી લઇએ.
બાદ યુવાન ખીરસરા મારા કાકા જગદીશભાઇના ઘરે આશરે સવા દસ વાગ્યે પહોંચેલ હતો. ત્યાં બહાર પોલીસની ગાડી હતી અને યુવાનના કાકા જગદીશભાઈ અને તેની પત્ની હંસાબેન અને તેનો દીકરો મથુર અને પાડોશમાં રહેતા દીપકભાઈ સાગઠીયા હાજર હતા. યુવાન ત્યાં જઈને ઉભો રહેલ તે દરમ્યાન તરત જ કાકા જગદીશભાઈએ યુવાનને ફડાકા મારવા લાગેલ હતા. કાકાનો દીકરો મયુર એક ધોકો લઇને મને મારવા આવેલ હતો. આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહી કાકા અને પિતરાઈ ભાઈએ ધમકી આપેલ હતી. દરમ્યાન ત્યાં હાજર માણસો અને પોલીસે વચ્ચે આવી યુવાનને અલગ લઇ ગયેલ હતા. થોડીવારના કૌટુંબિક કાકાનો દીકરો ગોવિંદ ઉર્ફે તુફાન નરશીભાઈ બાબરીયા તેના મિત્રો સાથે આવતા કાકાએ તેણે પણ ગાળો હતી.
દરમિયાન મારા કૌટુંબિક મોટા બાપુ છગન ખેતાભાઈ બાબરીયા જેઓ રાજકોટ લક્ષ્મી સોસાયટીમાં રહે છે તે તેના દીકરા યશવંત સાથે ધસી આવ્યા હતા. તે બંને પણ મને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતા.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે પણ છગન બાબરીયા અને તેના દીકરાએ તેની માતાને ફોનમાં ગાળો આપી ધમકી આપી હતી કે, તારા દીકરાને સમજાવી દેજે નહીંતર પતાવી દઈશ. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech