માતાની નજર સામે બનેલા બનાવથી કણ દ્રશ્યો સર્જાયા : હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું
જામનગરના એક યુવાનને કિડનીની સારવાર અર્થે લીમડાલાઇન વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં ચાલુ રિક્ષામાં દમ તોડી દીધો હતો, અને તેની માતાએ ભારે આક્રંદ કર્યું હતું, ત્યારે લીમડાલેન વિસ્તારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
જામનગરમાં રહેતો પંકજ રાજેશભાઈ હરસોરા નામનો 20 વર્ષ નો યુવાન, કે જે છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાતો હતો, અને તેની જામનગરની લીમડાલેન વિસ્તારમાં આવેલી આણદાબાવા આશ્રમની હોસ્પિટલમાં કિડનીની સારવાર ચાલી રહી હતી, અને ડાયાલિસિસ પર હતો.
દરમિયાન આજે સવારે તેની તબિયત લથડતાં સારવાર માટે માતા દ્વારા એક રીક્ષામાં લાવવામાં આવ્યો હતો, દરમિયાન તેની સારવાર શરૂ થાય તે પહેલાં જ રિક્ષામાં બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો.
આથી 108ની ટુકડીને તાત્કાલિક અસરથી સ્થળ પર બોલાવવામાં આવી હતી, અને 108ની ટુકડી તેને વધુ સારવાર માટે લઈ જવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેનું મૃત્યુ નીપજયું હોવાથી 108 ની ટુકડીએ એ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ વેળાએ તેની માતા સ્થળ પર હાજર હતી, તેણીએ ભારે આક્રંદ કર્યું હતું. તેના પિતા પણ અન્ય રિક્ષા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, અને માતા પિતા બન્નેએ હૈયાફાટ રુદન કર્યું હતું, ત્યારે ભારે ગમગીની છવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુબઈમાં રાતોરાત ગલ્ફ ફર્સ્ટ બ્રોકરેજ કંપની ગાયબ, રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો
May 23, 2025 12:18 PMખંભાળિયાના રામનગર ગ્રામ પંચાયતમાં કપચી નાખીને માર્ગનું કામ અધૂરું રખાતા વ્યાપક રોષ
May 23, 2025 12:12 PMબિગ બોસ-19 વર્ષોથી ચાલી રહેલા ફોર્મેટને બદલશે, મોટા ફેરફારો થશે
May 23, 2025 12:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech