ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન ઋષિ કોમ્પલેક્ષમાં આવેલી જોકર પાનની દુકાન પાસે હતા અને અન્ય એક યુવાન સાથે પૈસાની લેતી દેતી અંગેની વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અહીં મોટા કાલાવડ ગામનો હાર્દિક વેજાભાઈ કનારા નામનો આહીર યુવાન તેમની પાસે આવ્યો હતો અને પૈસાની વ્યવહારિક લેતી દેતી બાબતે વાત આગળ વધતા આરોપી હાર્દિકએ ધવલભાઈ ઉપર છરી વડે હુમલો કરતા તેમને ખભા તથા હાથ ઉપર છરીના ઘા વાગ્યા હતા.
આ રીતે આરોપી હાર્દિક દ્વારા જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરવા સબબ ભાણવડ પોલીસે ધવલભાઈ નાજાભાઈની ફરિયાદ પરથી હાર્દિક વેજાભાઈ સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ હાથ ધરવામાં આવી છે.
"અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરો છો" કહીને આથમણા બારાના બુઝુર્ગ પર હુમલો
ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા જેઠીજી વર્ષાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધ તેમની વાડીએ હતા. ત્યારે વચલા બારા ગામના રાયમલ રબારી અને તેના પુત્ર સામતએ તેમની પાસે આવી અને "તમે અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો...?" તેમ કહીને ધોકા વડે હુમલો કરતા આ બનાવ અંગે બન્ને શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
દ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌરવ કિરીટભાઈ હેરમા નામના 37 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 2,700 ની કિંમત ની વિદેશી દારૂની 15 બોટલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech