શાંતીનગર વિસ્તારના લોકો વિસર્જન માટે પારેલ નદી ખાતે ગયેલા : શોકની લાગણી
જામનગર નજીક નેવી મોડા-બાળા તરફ આવેલ પારેલ નદીમાં ગઇકાલે જામનગર શાંતીનગર વિસ્તારના યુવાનો ગણપતિની મુર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા જયાં વિસર્જન વેળાએ યુવાનનો પગ લપશી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે લોઠીયા ગામે વિસર્જનની વિધી પુર્ણ થયા બાદ નદીમાં ન્હાવા પડેલા જામનગરના યુવાનનું ડુબી જતા મૃત્યુ થયુ હતું, દરમ્યાન વધુ એક યુવાનનો ભોગ લેવાતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ ચાલી રહયો છે અને સ્થાપન બાદ વિસર્જનની વિધી કરવામાં આવી રહી છે દરમ્યાન ગઇકાલે જામનગરથી લોકો ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવા માટે નેવી મોડા નજીક ગયા હતા, દરમ્યાનમાં જામનગરના શાંતીનગર શેરી નં. 7માં રહેતા અજયસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.27) તેમના ભાઇ તથા પરિવાર સાથે બાળા ગામથી નેવી મોડા તરફ આવેલ પારેલ નદી ખાતે ગઇકાલે બપોરે ગણપતિજીની મુર્તિનું વિસર્જન કરવા માટે પહોચ્યા હતા.
પારેલ નદીમાં વિસર્જન કરવા જતા અજયસિંહ જાડેજા નામનો યુવાન પાણીમાં ગરક થયાનું બહાર આવતા દોડધામ મચી હતી અને આ અંગે જામનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાબડતોબ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને પાણીમાં શોધખોળ કરીને યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો, આ બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
આ અંગે શાંતીનગરમાં રહેતા યશપાલસિંહ વનરાજસિંહ જાડેજાએ પંચ-એમાં જાણ કરી હતી, બનાવના પગલે પંચ-એની ટુકડી સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી જઇ આગળની કાર્યવાહી કરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે લોઠીયા ગામે ગણપતિજીની મુર્તિનું વિસર્જન કયર્િ બાદ પરત ફરતી વેળાએ નદીમા ન્હાવા પડેલા જામનગરના યુવાનનો ભોગ લેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech