પોરબંદરના દ્વારકા-સોમનાથ હાઇવે પર રતનપર ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થતા રાણાવાવના યુવાનનું મોત નિપજ્યુ છે.
રાણાવાવના આંબેડકર નગરમાં રહેતા નિલેષ ડાયાભાઇ બથવાર દ્વારા હાર્બર મરીન પોલીસમથકમાં એવા પ્રકારનો ગુન્હો નોંધાવાયો છે કે તેનો નાનોભાઇ જયદીપ ડાયાભાઇ બથવાર ઉ.વ.૨૦ એ અલગ-અલગ પ્રકારના બાઇકના સ્પેરપાર્ટ દ્વારા એસેમ્બલ બાઇક બનાવ્યુ હતુ અને તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હતુ. તા.૨૬-૮ના સવારે નવ વાગ્યે રાણાવાવ ખાતેથી જયદીપ તેનું બાઇક લઇને ઓડદર ગામે તેના સસરા મનોજ હાજાભાઇ ચાંચીયાના ઘરે જવા નીકળ્યો હતો અને રતનપરના પાટીયા નજીક તેનુ બાઇક સ્લીપ થતા ગંભીર અકસ્માત થયો હતો અને તેમાં તેને ઇમરજન્સી સેવા ૧૦૮માં પોરબંદર લવાયો હતો અને વધુ સારવાર માટે જામનગર લઇ જવાયો હતો જ્યાં તા.૩૦-૮ના જયદીપનું મોત થયુ હતુ. આથી તેની સામે ગુન્હો દાખલ કર્યો છે જેમાં બેદરકારી ભરી ભાઇક ચલાવીને જયદીપ પથવારે પોતાનુ મોત નિપજાવ્યાનો ગુન્હો નોંધાતા આગળની તપાસ હાર્બર મરીન પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech