મોચા નજીક સીમ વિસ્તારમાં વિચિત્ર અકસ્માતમાં યુવાનનું નિપજ્યુ મોત

  • March 18, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોચા નજીક સીમ વિસ્તારમાં વિચિત્ર અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યુ છે.મોચા ગામની ખારી સીમમાં રહેતા માલદે ભીખાભાઇ પરમાર દ્વારા માધવપુર પોલીસમથકમાં એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે જેસાભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ. ૩૭ તેના કાકા વિરમભાઇની વાડીએ પોતાનું ટ્રેકટર લઇને જતો હતો ત્યારે તા. ૧૭-૩ના સાંજે રસ્તામાં કેનાલના કાંઠે ટ્રેકટર ઉભુ રાખી લઘુશંકા કરવા ગયો ત્યારે ટ્રેકટર અચાનક ઢાળના કારણે કેનાલમાં દડવા લાગતા જેસો દોડીને ટ્રેકટરને રોકવા ગયો હતો પરંતુ ટ્રેકટર બચાવી શકયો ન હતો અને તેની સાથે જ કેનાલમાં ખાબકયો હતો આથી ટ્રેકટર નીચે દબાઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત થયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News