અન્ય એકને ઇજા : મહાકાળી સર્કલ પાસે બલેનો ગાડી પલ્ટી ખાતા યુવાનનો ભોગ લેવાયો : બે ઇજાગ્રસ્ત
ધ્રોલના વાગુદડ જવાના રોડ પર ગઇકાલે બે બાઇક વચ્ચે જોરદાર ટકકર થતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ છે, જયારે એકને ઇજા પહોચી હતી ઉપરાંત થોડા દિવસો પહેલા જામનગરના મહાકાળી સર્કલના રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મૃત્યુ નિપજતા આ અંગે બલેનો ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામા આવી છે. આ અકસ્માતમાં અન્ય બેને ઇજા પહોચી હતી.
ધ્રોલના વાગુદડ ગામ જવાના રસ્તે ગઇકાલે આરોપીએ પોતાનું મોટરસાયકલ નં. જીજે1પીએ-0619ને બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પુત્ર અનિકેત ગોવિંદભાઇ વાઘેલા જે તેના શેઠનું મોટરસાયકલ નં. જીજે10સીએફ-6923 લઇને ધ્રોલથી વાગુદડ ગામ જતો હતો તેને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં અનીકેત વાઘેલાને પછાડી શરીર, માથા અને નેણ પર ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું, આ બનાવ અંગે ધ્રોલ ચામુંડા પ્લોટ, આંબેડકર સોસાયટીમાં રહેતા મૃતકના પિતા ગોવિંદ દેસાભાઇ વાઘેલાએ ગઇકાલે મોટરસાયકલ નં. જીજે1પીએ-0619ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે ધ્રોલ પીએસઆઇ પનારા તપાસ ચલાવી રહયા છે.
અકસ્માતના અન્ય એક બનાવમાં મુળ કેરલાના કાસરગોડ જીલ્લાના વટપોઇલ ગામના વતની દામોદરન ચંદનભાઇ (ઉ.વ.65)એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં બલેનો ફોરવ્હીલ ગાડી નં. કેએલ06-3665ના ચાલક મિથુનની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ ગત તા. 6-1-24ના રોજ જામનગરના દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફના રોડ પર આરોપીએ પોતાના મિત્ર સુદીપની બલેનો ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કુતરુ વચ્ચે આવતા ગાડીને પલ્ટી ખવડાવી દીધી હતી અને પોતાને શરીરે ગંભીર ઇજા કરી તેમજ તેના મિત્ર વિષ્ણુને સાદી ઇજા કરી તેમજ ફરીયાદીના દિકરા ઉન્નીને સ્પાઇનમા ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું. આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech