શહેરમાં હવે સગીરથી લઇ રિક્ષા ચાલક, શ્રમિકો સહિતઓ નેફામાં છરી રાખી ફરતા થઇ ગયા છે, નાના–મોટા ઝગડામાં છરીના ઘા ઝીકી દેવા એ સામાન્ય વાત બની ગઈ છે. માત્ર પુષો જ નહીં હવે મહિલાઓ પણ છરી વડે થતા હત્પમલાઓનો ભોગ બની રહી છે. ચુનારાવાડ નજીક લાખાજીરાજ ઉધોગનગરમાં શખસને ટપારતા મહિલાને છરીના ઘા ઝીકી દેવામાં આવતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા જયારે સવારે યાર્ડ નજીક માલધારી સોસાયટી પાસે શાકભાજી લેવા જઈ રહેલા મહિલાને અજાણ્યા શખ્સે પાછળથી આવી ગળાના ભાગે છરી મારી દેતા લોહી લુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા.
બનાવોની મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉધોગનગરમાં રહેતા કિરણબેન રાજેશભાઈ સલાટ (ઉ.વ.૪૨) નામના મહિલા રાત્રે ઘર પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા શખસોએ ઝગડો કરી છરીના ઘા ઝીકી દેતા મહિલાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.કિરણબેનના પતિ અવસાન પામ્યા છે અને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલના બિછાનેથી કિરણબેને જણાવ્યું હતું કે, રાત્રે દસેક વાગ્યે ઘર પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા શખસો હાથમાં છરી લઇ ટપોરીવેળા કરતા હતા આ સમયે કોઈ બાઈક લઈને નીકળતા તેને છરી બતાવી ધમકાવતા હતા અને પૈસા આપવાનું કહેતા હતા આથી આ શખ્સોને ટપારતા ઉશ્કેરાઈ મારી સાથે ઝગડો કરી છરીથી હત્પમલો કર્યેા હતો. મેં દેકારો કરતા તે ભાગી ગયા હતા. અને મને લોહી લુહાણ હાલતમાં પરિવારજનોએ સિવિલમાં ખસેડી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં જુના માર્કેટિંગ યાર્ડ પાસે માલધારી સોસાયટી–૧૪માં રહેતા રેખાબેન કાળુભાઇ મકવાણા (ઉ.વ.૪૫) નામના મહિલા આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ઘરેથી યાર્ડ શાકભાજી લેવા માટે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે પાછળથી આવી ગળા પર છરીથી ઇજા કરતા રેખાબેને દેકારો કરી મુકતા આસપાસના લોકો દોડી આવતા શખસ ભાગી ગયો હતો. મહિલાને લોહી નીકળતું હોઈ તાકીદે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. છરીથી હત્પમલો કોણે કર્યેા એ પોતે જાણતા ન હોઈ મહિલા શાકભાજી વેંચતા હોવાથી સવારે હરાજીમાં શાક લેવા માટે જતા હતાત્યારે બનાવ બન્યો હતો. પોલીસે તપાસ યથાવત રાખી છે.
છરી સાથે નીકળેલા માત્ર ચાર પકડાયા
શહેરમાં પોલીસ રીતસર જો કોમ્બિંગ હાથ ધરે તો છરી સાથે રાખી ફરતા કેટલાક શખસો હાથમાં આવી શકે છે પરંતુ પોલીસ માત્ર કેસ બતાવવા પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં જ માની રહી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી છરી સાથે નીકળેલા ચાર શખસોને પોલીસે ઝડપી લઈ છરી કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. જેમાં એ ડિવિઝન પોલીસે રામનાથપરા જૂની જેલ પાસેથી કિશાન લાલજી ગેડાણી (રહે–પોપટપરા,કૃષ્ણનગર), બી ડિવિઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસેથી વિજય પ્રેમજી સોલંકી (રહે–લાલપરી). ભગવતીપરા ફાટક પાસેથી રિક્ષા ચાલક કાંતિ હીરા જાદવ (રહે–ગાંધી વસાહત સોસાયટી), ભકિતનગર પોલીસે જંગલેશ્વર મેઈન રોડ પરથી હોટેલના ધંધાર્થી સોહીલ હત્પસૈન સૂણા (રહે–નીલકઠં પાર્ક મેઈન રોડ)ને ઝડપી લઇ તમામ સામે હથિયાર બંધીન જાહેરનામા ભગં હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech