ગત રાત્રીનાં પાંજરાપોળ પાસેનાં પુલ પરથી રાજકોટ સાસરે રહેતી યુવતીએ પડતુ મુકતા પુલ નીચેના ગંદા પાણીમાં ખાબકતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી.બનાવ વેળા લોકોનાં ટોળા એકઠા થયા હતા અને કેટલાક લોકોએ નદીમાં જંપલાવી યુવતીનો બચાવ કર્યો હતો.ઘરકંકાસને કારણે પગલુ ભર્યાનું યુવતીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં જામનગર રોડ પર આવેલી વસુંધરા સોસાયટીમાં રહેતી અને ગોંડલ કપુરીયાપરામાં માવતર ધરાવતી સોનલબેન નરેશભાઇ ડાભી (ઉ.૪૦)એ રાત્રીનાં પાંજરાપોળ પાસે આવેલા ગોંડલી નદીનાં પુલ પરથી નીચે છલાંગ લગાવી હતી. દ્રશ્ય જોઈને લોકોનાં ટોળા એકઠા થયા હતા.કેટલાક લોકોએ નદીમાં ઉતરી યુવતીને બહાર કાઢી હતી અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માં સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.પુલ ઉપર થી પડતું મુકવાથી યુવતીને કમરનાં ભાગે ઇજા પંહોચી હતી. સોનલબેન નાં પતિનું ત્રણ વર્ષ પહેલા બીમારી સબબ મૃત્યુ થયુ હતુ. સંતાનમાં એક દીકરી છે. સોનલબેન રાજકોટ કેન્સર હોસ્પિટલમાં નોકરી કરે છે અને જેઠ તથા દિયર સહિતનાં સંયુક્ત પરિવારમાં રહે છે. રાત્રે પોતાની દીકરીને કપુરીયાપરામાં માવતરનાં ઘર પાસે મુકી પુલ પરથી પડતું મુકયું હતું. પારીવારીક કલેશને કારણે પગલું ભર્યાનું જાણવા મળેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સિંદૂર યાત્રા-તિરંગા યાત્રામાં જોવા મળ્યો દેશભકિતનો જુવાળ
May 23, 2025 11:47 AMચંગા ગામ પાસે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં આગ
May 23, 2025 11:40 AMબોલિવૂડ માટે આત્માને વેચવો પડે છે, સિદ્ધાંતો છોડી દેવા પડે છે: રિદ્ધિ ડોગરા
May 23, 2025 11:35 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech