ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા હસ્તીબેન તેજસગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી નામની 22 વર્ષની પરિણીત યુવતીએ ગઈકાલે ગુરુવારે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે પોતાના હાથેથી ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. મૃતક યુવતીનો લગ્નગાળો સવા વર્ષનો હતો. આ બનાવ અંગે ભરતપરી દયાપરી ગોસાઈ (ઉ.વ. 49, રહે. ભરાણા)એ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાની મહિલાને વોટ્સએપ મારફતે મારી નાખવાની ધમકી: મુંબઈના શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 101 સાથે રહેતા રૂપલબેન મણીલાલ જોગીયા નામના 32 વર્ષના મહિલાને મૂળ ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારના રહીશ અને હાલ મલાડ (મુંબઈ) ખાતે રહેતા હાસીમ કાસમભાઈ અબુભાઈ ભોકલ નામના 28 વર્ષના શખ્સ દ્વારા પોતાના મોબાઈલ ફોન નંબર ઉપરથી તેણીને વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગ મારફતે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. જે અંગે પોલીસે રૂપલબેન જોગીયાની ફરિયાદ પરથી આરોપી સામે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. યુ.કે. માકવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
વાડીનારમાં મંજૂરી વગર માછીમારી કરતા ચાર શખ્સો સામે ગુનો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા ફીશ લેન્ડિંગ પોઇન્ટ ખાતે "બરકલા ચિસ્તી" નામની ફિશીંગ બોટ મારફતે કોઈપણ પ્રકારની નોંધ કરાવ્યા વગર માછીમારી કરવા ઉપરાંત હાલ ચોમાસાની ઋતુમાં માછીમારી કરવા પર પ્રતિબંધનો હુકમ હોવા છતાં આ જાહેરનામાનો ભંગ કરવા બદલ સિક્કા ગામના રહીશ ઉમર દાઉદ ઉમર જેડા, મુસા હાજી કાસમ જેડા, જાકુબ દાઉદ હુંદડા અને અહેમદ મામદ એલિયાસ કમોરા નામના ચાર શખ્સોને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈ, આ તમામ સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ગુનો નોંધી, કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ.ઓ.જી. પોલીસ દ્વારા આ જ વિસ્તારમાં કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં "અલ ફૈઝાન" નામની ફિશિંગ બોટમાં સિક્કા ગામના અબ્બાસ ઈસ્માઈલ સંઘાર, ઈબ્રાહીમ એલીયાસ હુંદડા, આમીન તાલબ હુંદડા અને સબીર આમીન ગંઢાર નામના ચાર શખ્સો દ્વારા માછીમારી કરવા અંગેના નિયમ તથા જાહેરનામા ભંગ કરવા સબબ વાડીનાર પોલીસ મથકમાં આઈપીસી કલમ 188 વિગેરે મુજબ ગુનો નોંધાયો છે.
ખંભાળિયામાં ખાનગી કંપની જેવું ડુપ્લીકેટ પીણું બનાવી અને કોપીરાઈટનો ભંગ કરવા ફરિયાદ
ખંભાળિયા - જામનગર દાદા ગામની ગોલાઈ પાસે આવેલા મામાદેવના મંદિર પાસે સામરાજ બેવરેજીસ નામના ઠંડા પીણાના કારખાનામાં લાલપુર તાલુકાના ચારણતુંગી ગામના મૂળ રહીશ રાજશી ફોગા કંડોરીયા નામના શખ્સ દ્વારા ચોક્કસ કંપનીની બે સબ પ્રોડક્ટના ઠંડા પીણા પોતાની ફેક્ટરીમાં ટ્રેડમાર્ક અને લાયસન્સ સિવાય સ્ટીકર, બોટલની સાઈઝ, અક્ષરોના ફોન્ટ તથા કલર કોમ્બિનેશન એક સરખા રાખીને આરોપીએ દાવત કંપનીની કોઈપણ પ્રકારની મંજૂરી કે અનુમતી વગર કોપી કરી અને વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે જુનાગઢના વાડલા ફાટક ખાતે રહેતા દિલીપભાઈ રજનીકાંતભાઈ ભટ્ટ (ઉ.વ. 51) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આરોપી રાજશી ફોગા કંડોરીયા (હાલ રહે. મીરા ગેસ્ટ હાઉસ પાછળ, કુંભારવાડો, ખંભાળિયા) સામે કોપી રાઈટ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયાએ હાથ ધરી છે.
દ્વારકામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામેથી પોલીસે ફારુક સુલેમાન શેખ અને શરીફ ઉર્ફે બંગાળી ઈસ્માઈલ ખાનને તીનપત્તીનો જુગાર રમતા રૂ. 10,380 રોકડા તથા રૂપિયા 5,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 15,380 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech