ઇન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગમાં ગઈકાલે જ્વાળામુખી ફાટ્યો હતો જે 14 દિવસમાં છઠ્ઠી વખત હતો. જ્વાળામુખી વિસ્ફોટના કારણે લગભગ બે કિલોમીટર સુધી આકાશમાં ધૂળ ફેલાઈ ગઈ હતી. હવામાં ફેલાયેલી ધૂળને કારણે એક એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જ્વાળામુખી ફાટવાને કારણે તેનો કાટમાળ આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. હાલમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ જ્વાળામુખી પર નજર રાખી રહ્યા છે.
રુઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11 હજાર લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. તેમજ છ કિલોમીટરના અંતરમાં કોઈને જવા દેવામાં આવતા નથી. વિસ્ફોટ બાદ ચારેબાજુ અંધકાર છવાઈ ગયો હતો. ત્યારબાદ વીજળી પડી અને ભૂકંપ્ના આંચકા અનુભવાયા હતા.
ઇન્ડોનેશિયા જિયોલોજિકલ સર્વિસ સાથે સંકળાયેલા અધિકારીઓએ જ્વાળામુખી ફાટવાના સંકેતો મળ્યા બાદ સુલાવેસી ટાપુ પર ચેતવણી જારી કરી હતી. સત્તાવાળાઓએ નજીકના ગામોમાં રહેતા લોકોને અને આરોહકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવાની વિનંતી કરી હતી. ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 725-મીટર (2,378 ફૂટ) ઊંચો જ્વાળામુખી પ્રાંતની રાજધાની મનાડોમાં સેમ રતુલાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 95 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત છે.
પ્રાદેશિક એરપોર્ટ ઓથોરિટીના વડા એમ્બાપ સૂર્યોકોએ જણાવ્યું હતું કે ઓછી દૃશ્યતા અને રાખને કારણે એરક્રાફ્ટ એન્જિન પર કોઈ ખતરો ન સર્જાય તે માટે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. મનાડો સહિત સમગ્ર પ્રદેશના નગરો અને શહેરોમાં આકાશમાંથી રાખ, કાંકરા અને પથ્થરો પડતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, વાહનચાલકોને દિવસ દરમિયાન પણ તેમના વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. મનાડોમાં 430,000 થી વધુ લોકો રહે છે.ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં ફેલાયેલું છે, જે ઉચ્ચ સિસ્મિક પ્રવૃત્તિનો વિસ્તાર છે. આ પ્રદેશ અનેક ટેક્ટોનિક પ્લેટો પર આવેલો છે. આ પહેલા ડિસેમ્બર 2023માં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો જેમાં 11 પર્વતારોહકોના મોત થયા હતા. ઈન્ડોનેશિયામાં 120 સક્રિય જ્વાળામુખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech