ગોંડલની નાનીબજારમાં ધારશી પારેખની શેરીની સામે અતિ જર્જરિત થઇ ગયેલા અને બધં હાલતમાં રહેલુ જુનવાણી મકાન કોઇ દુર્ઘટના સર્જે તે પહેલા તોડી પાડવા લતાવાસીઓ દ્રારા નગરપાલિકાના ચિફ ઓફિસરને રજુઆત કરી હતી પરંતુ વારંવાર રજૂઆત છતા કોઇ પગલા લેવાતા ના હોય ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી જે બાદ આખરે નગરપાલિકા દ્રારા એ જર્જરિત મકાનને તોડી પડાયું હતું.
ટ્રાફિકથી સતત ધમધમતી નાનીબજારમાં ધારશી પારેખની શેરી સામે અંદાજે ત્રીસ વર્ષથી બધં હાલતમાં રહેલું જુનવાણી મકાન જર્જરીત હોય ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી દહેશત હતી જો રાહદારીઓ કે સામે આવેલી દુકાનો પર આ મકાનનો મલબો પડેતો જાનહાની સાથે દુર્ઘટના સર્જાય તેવી સંભાવના રહેતી હતી.
નાનીબજાર તેના નામ મુજબ સાંકડી છે વેપાર વાણિયની મુખ્ય બજાર ગણાય છે સ્વાભાવિક રીતે લોકોની અવરજવર સાથે સવારથી લઇ રાત સુધી ધમધમતી હોય છે ત્યારે નાનીબજારની વચ્ચોવચ આ પડુ પડુ થઇ રહેલું જર્જરીત મકાન આવેલુ હતું સામાન્ય વાવાઝોડુ કે ભુકપં સામે આ મકાન ઝીંક જીલી શકે તેમ ન હતું મકાન ગમે ત્યારે જમીનદોસ્ત બને તેવી હાલત વચ્ચે લોકોનાં જીવ પડીકે બંધાય રહેતા હતા જેથી ધારશી પારેખની શેરીનાં લતાવાસીઓએ નગરપાલિકામાં વર્ષ ૨૦૨૩થી અવારનવાર રજુઆતો કરી રહ્યા હતા પરંતુ તત્રં એ નોટિસ આપીને સંતોષ માન્યો હતો ઉગ્ર રજૂઆત બાદ આખરે તંત્રની મોડે મોડે આખં ખુલતા કામગીરી કરવામાં આવી હતી.
નગરપાલિકા દ્રારા જર્જરિત મકાન તોડતા સમયે આસપાસની દુકાનો બધં કરાવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી, સેનિટેશન ઇન્સપેકટર કેતનભાઈ મકવાણા નગરપાલિકા સદસ્ય સહિતના સ્થળે હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોઠારીયામાં ૫.૭૩ કરોડના ખર્ચે ડીઆઇ લાઇન નેટવર્કનું દંડક મનિષ રાડિયાના હસ્તે ખાતમુહર્ત
February 25, 2025 03:10 PMરિલાયન્સ મોલમાં મ્યુનિ.ફડ બ્રાન્ચ ત્રાટકી ગોળ અને ખજૂર સહિતના સેમ્પલ લેવાયા
February 25, 2025 03:09 PMકાલે કોર્ટમાં જતો નહીં નહીંતર રોડ ઉપર જ ભૂસી નાખીશ: પ્રૌઢને ધમકી
February 25, 2025 03:03 PMસગાઈમાં વિક્ષેપ બાબતે ઠપકો દેનારા ઉપર ખૂની હુમલાના ત્રણ આરોપીને સાત–સાત વર્ષની કેદ
February 25, 2025 03:01 PMરામનાથપરામાં રાત્રીના દંપતી પર ભત્રીજા સહિતનાનો ધોકા,તલવાર,છરી વડે હુમલો
February 25, 2025 03:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech