ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વિશિષ્ટ પહેલ અંતર્ગત ૫૦ પ્લાસ્ટિકના ઝબલા સામે એક કાપડની થેલી આપવાનો કાર્યક્રમ ૫ જૂનના દિવસે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૨ મે થી ૫ જૂન સુધી ચાલી રહેલા જઝઘઙ જઈંગૠકઊ ઞજઊ ઙકઅજઝઈંઈ કેમ્પેઇનને દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ કેમ્પેઇન અંતર્ગત ભાવનગર શહેરના બી.એમ.સી. ના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સહયોગથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ૫૦ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે એક કોટન બેગ પાણીની ટાંકી પાસે વિક્ટોરિયા પાર્ક, શિવાજી સર્કલ સેન્ટ મેરી સ્કૂલ પાસે, ઘોઘા સર્કલ અખાડા ભાવનગર ખાતેથી મેળવી શકો છો. ૫ જૂનના દિવસે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી આ સ્થળોએ યોજાશે.
સ્વચ્છ ભારત મિશન અર્બન બી.એમ.સી. ના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી દ્વાર અત્યારસુધીમાં ૨ લાખથી વધુ કોટન બેગ ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે ૧ કરોડથી વધુ ઝભલા સોસાયટીમાંથી ઓછા કરવામાં આવ્યા છે જેમાં વિવિધ પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક રિસાયકલ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયા યુકેનને ડ્રોન હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપશે
June 05, 2025 10:11 AMટ્રમ્પના ટેક્સ બિલ સામે મસ્કે ફરી બાંયો ચડાવી, સાંસદોને પણ વિરોધ કરવા અપીલ કરી
June 05, 2025 10:10 AM₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech