ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું હતું આ વાક્ય જશદણ નાં વેરાવળ સાણથલી ગામે યથાર્થ ઠર્યું છે.ડાભી પરીવાર માં પુત્ર નાં લગ્ન નાં મંગળીયા ગવાતા હતા.ત્યાં લગ્ન ની કંકોત્રી આપવા ગયેલી પરીવાર ની મોભી સમી માતાનું અકસ્માત માં મૃત્યુ થતા માતમ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ સાણથલી રહેતા હંસરાજભાઇ ડાભી નાં ત્રણ પુત્ર પૈકી વચેટ પુત્ર ભાવેશ નાં લગ્ન આગામી તા.૨ નાં રોજ નિર્ધાર્યા હોય તેમના પત્નિ વિજ્યાબેન ઉ.૫૫, પુત્ર જયસુખભાઇ તથા જયસુખભાઇ ની આઠ વર્ષ ની દીકરી જેન્સી લગ્ન ની કંકોત્રી આપવા બાઈક પર વાછરા ગયા હતા.સબંધીને કંકોત્રી આપી ખરીદી કરવી હોય વાછરા થી ગોંડલ આવી રહ્યા હતા.આ સમયે ગોંડલ નજીક રોડ પર અચાનક તોતિંગ વૃક્ષ બાઈક પર પડતા વિજયાબેન ને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે જયસુખભાઇ ને ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.અકસ્માત માં જેન્સી નો આબાદ બચાવ થવા પામ્યો હતો.બનાવ ની જાણ થતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઉપરાંત ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.અને રાહદારીઓ ની મદદથી વૃક્ષ ને હટાવી વિજયાબેન નાં મૃતદેહ ને બહાર કાઢ્યો હતો.
બનાવ ને પગલે પરીવાર હતપ્રત બનવા પામ્યુ હતુ. બનાવ અગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રિસ્ક્રિપ્શન પર લખેલી ડોક્ટરની ડિગ્રી જોઈ દર્દી ગોથું ખાઈ ગયો! તમે પણ વાંચીને ખડખડાટ હસી પડશો
April 07, 2025 02:09 PMજામનગરના જોડીયા તાલુકામાં થયેલ લૂંટની ફરિયાદમાં ફરિયાદી આરોપી નીકળ્યો
April 07, 2025 02:04 PMજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech