પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી: પ્રેમી યુવાનની પોલીસે પોકસો એક્ટ હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દીધા બાદ પ્રેમિકાએ પોતાની જિંદગીનો અંત લાવી દીધો
જામનગરમાં એક સગીરાના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યા છે. પ્રેમિકા તેના પ્રેમી સાથે ભાગી છુટ્યા પછી પોલીસે પકડી પાડ્યા હતા, અને પ્રેમીને પોકસો એકટ હેઠળ અટકાયતમાં લઈ જેલમાં ધકેલી દીધો હતો, દરમિયાન પાછળથી સગીર પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે, અને પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ના પાટીયા પાસે રહેતા દેવશીભાઈ જેઠાભાઇ ચીરોડીયા ની ૧૭ વર્ષની પુત્રી કે જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેણે ગઈકાલે સાંઢીયા પૂલ નજીક ની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના એ. એસ. આઈ. મહિપાલસિંહ જાડેજા તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતક ના પિતા દેવશીભાઈ ચીરોડિયા નું નિવેદન નોંધ્યું હતું, અને પુત્રી ના પ્રેમ પ્રકરણ ના કારણે આ બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આજથી ત્રણ માસ પહેલાં ભોગ બનનાર સગીરા કે જે પોતાના પ્રેમી સાગર ચંદુભાઈ ગોહિલ સાથે ભાગી ગઈ હતી. દરમિયાન સગીરાના પિતા દ્વારા પોતાની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આથી સી.ટી..સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધી સાગર ચંદુભાઈ ગોહિલને પકડી લીધો હતો, અને તેને જેલ હવાલે કર્યો હતો. જયારે સગીરા તેના માતા પિતાને ઘેર ગઈ હતી.
દરમિયાન પોતાના પ્રેમ પ્રકરણ કરુણનો અંજામ લાવી દેવાના ભાગરૂપે તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું હતું જે મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech