બોટલો, કાર, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે : 3 સ્થળે દરોડા
જામનગરના દિ.પ્લોટ, ગજાનંદ સોસાયટીમાં બે શખ્સ દારૂની બાટલી સાથે ઝપટમાં આવ્યા હતા જયારે શેઠવડાળા નજીક કારમાં દારૂ સાથે બે શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
જામનગરના સરદારનગર વિસ્તાર માધવબાગ ખાતે રહેતા સાગર કાંતી ગોંડલીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે દિ.પ્લોટ 49 રોડ પરથી પોલીસે પકડી લીધો હતો જયારે નંદનવન સામે ગજાનંદ સોસાયટીમાં રહેતા વિપુલ ચના રાઠોડ નામના ઇસમના ભોગવટાના મકાને પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ સાથે દબોચી લીધો હતો.
આ ઉપરાંત શેઠવડાળા ગામના અને હાલ કાલાવડ રોડ એજી સોસાયટીમાં રહેતા નિતેશ પ્રેમજી બગડા અને મુળ ગોરખડીના હાલ એજી સોસાયટીમાં રહેતા રાહુલ લખમણ સાગઠીયા આ બંને શખ્સો વેન્યુ કાર લઇને ગઇકાલે શેઠવડાળાના સિમેન્ટના કારખાના પાસે જસાપર તરફ રોડ પર નીકળતા સ્થાનીક પોલીસે આંતરીને તલાશી લેતા તેમની પાસે 200 એમએલ ઇંગ્લીશ દારૂ બોટલમાં મળી આવ્યો હતો. પોલીસે જીજે3એમઆર-9459 નંબરની કાર, બે મોબાઇલ મળી કુલ 3.06 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech