પૂનમબેનના ડમી ઉમેદવાર તરીકે બ્રિજરાજસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું: ગઇકાલે નામાંકનપત્ર ભરવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું: આજે ચકાસણી થશે : તા. 22 મી એ ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે
જામનગરની લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે, અને મુખ્ય બે રાજકીય હરીફ પક્ષ સહિત કુલ 24 નામાંકનપત્રો ભરવામાં આવ્યા છે, આજે ચકાસણીનો દિવસ છે, અને તા. 22 એપ્રિલ એટલે કે, સોમવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે, આ દિવસે નક્કી થઇ જશે કે, લોકસભા માટે કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે.
લોકસભા-2024 ની 12-જામનગર લોકસભા ની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ અને અપક્ષ સહિતના ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર ભયર્િ હતા, અને ભાજપ-કોંગ્રેસ તેમજ અપક્ષ સહિત કુલ 24 ઉમેદવારી પત્ર રજૂ થયા છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, જેઓની સાથે બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી વતી ડમી ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અગાઉ કોંગ્રેસ પાર્ટી તરફથી જે.પી. મારવીયા દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયું હતું, તેઓની સાથે વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (દિગુભા)એ પણ ડમી ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
આ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીમાંથી બે ઉમેદવારી પત્ર રજૂ થયા છે, તેમજ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહા સ્વરાજ ભૂમિ પાર્ટી, તથા અપક્ષ ઉમેદવારો સહિતના કુલ 24 ઉમેદવારીપત્ર રજૂ થયા છે.
આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, ત્યારબાદ સોમવાર તારીખ 22.4.2024 સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદ્દત છે. ત્યારબાદ 23 મી તારીખથી 12- જામનગર લોકસભાની બેઠકના ઉમેદવારોનું આખરે ચિત્ર સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech