દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ "શ્રી દ્વારકેશ કમલમ" ખાતે શનિવારે દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા વિધિવતરૂપે પૂર્ણ થઈ હતી.
જેમાં પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, ધર્મરાજસિંહ જાડેજા તથા સહ ચૂંટણી અધિકારીઓ રાજુભાઈ સરસિયા અને કશ્યપભાઈ આહીરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ફોર્મ ભરવાની આ પ્રક્રિયામાં કુલ 19 દાવેદારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. જેમાં વર્તમાન જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત 18 પુરુષ અને એક મહિલા મળી કુલ 19 દાવેદારોનો સમાવેશ થાય છે.
આ ઉમેદવારોમાં વર્તમાન જિલ્લા પ્રમુખ મયુરભાઇ ગઢવી, બલુભાઈ ગઢવી, સંજયભાઈ નકુમ, શૈલેષભાઈ કણજારીયા, જીતેન્દ્રભાઈ કણજારીયા, રસિકભાઈ નકુમ, દેવરાજભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, ડી.એલ. પરમાર, પરબતભાઈ ભાદરકા, પ્રભાતભાઈ ચાવડા, ડો. પી.વી. કંડોરીયા, પાલાભાઈ કરમુર, કાનભાઈ કરમુર, લખમણભાઈ ચાવડા, કિશોરસિંહ જાડેજા, નટુભા જાડેજા, કેતનભાઈ મોટલા અને ફાલ્ગુનીબેન વ્યાસના નામો રજૂ થયા છે.
આગામી સમયમાં જિલ્લા પ્રમુખ તરીકે કોણ પસંદ થશે તે અંગે પ્રદેશની હાઈકમાન્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે, જે સમગ્ર વિસ્તાર માટે મહત્વપૂર્ણ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech