ભાવનગર જિલ્લાના તળાજાના માખણીયા ગામે આવેલી ગૌશાળામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. તળાજા નજીકના માખણીયા ગામની સીમમાં આવેલ સુંદરવન ગૌશાળામાં મોડીસાંજના સુમારે ગૌશાળામાં રાખવામાં આવેલા ગૌવંશના નિરણમાં ઘાસચારામાં આગ લાગતા જોતજોતામાં સૂકા ઘાસચારાને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે લાખો રૂપિયાનો ગૌવંશના નિભાવ માટેનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવ અંગે તળાજાના એડવોકેટ અને સુંદરવન ગૌશાળાના સેવક અશોકભાઈ દેસાઈ પાસેથી મળતી વિગતો મુજબ તળાજા પાલીતાણા રોડ પાસે આવેલ સુંદરવન ગૌશાળામાં સાંજના સાતેક વાગ્યા બાદ અહીં રાખવામાં આવેલા ગૌવંશના નિરણમા અચાનક આગ લાગી હતી. સૂકા ઘાસને કારણે આગે જોતે જોતા માં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોટી સંખ્યામાં ગૌશાળા દોડી ગયા હતા. હાથ લાગ્યું તે સાધન સમજીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તળાજા ફાયર ટીમને આગની જાણ થતા જ બંને વાહનો લઈને ટીમ દોડી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. તેઓએએ વધુમાં જણાવ્યું હતું કે દાતાઓ તરફથી મળેલ ઘાસચારો અને આવેલ દાનમાંથી ખરીદાયેલ ઘાસચારો આશરે ૨૦૦ ટ્રેક્ટર થી વધુ રાખવામાં આવ્યો હતો. કારણ કે ૬૦૦ જેટલા અપંગ ગૌવંશને સારવાર આપવાની સાથે નિભાવવામાં આવે છે ૨૦૦ ટ્રેક્ટર જેટલો ઘાસચારો બળી જવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. આ બાબતે જીવદયા પ્રેમીઓ દ્વારા સરકાર દ્વારા ઘાસચારાની અથવા તો આર્થિક મદદ કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ઉનાળાના કપરા સમયમાં લાખો રૂપિયાની ઘાસચારો સળગી ઉઠતા હવે આગામી સમયમાં ગૌવંશ માટે મુશ્કેલી ન પડે તે માટે કોઈ વ્યવસ્થા કરવામાં.આવે તેવી લોકમાંગ ઉઠી હતી. સુંદરવન ગૌશાળામાં બીમાર અને નિરાધાર ગૌ માતાને રાખવામાં આવે છે. અને જેની સેવા કરવામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech