ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે આવેલા મકાનમાંથી ૨૩૬ ચણાની બોરી, ૯૦ રાયડાની બોરી, તુવેરની ૨૫ બોરીઓ સહિત રૂપિયા ૧૧ લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જે જણસી નાફેડની હોવાનું માલુમ પડતા આ બાબતે નાફેડના ફિલ્ડ એકિઝકયુટિવ દ્રારા અહીં અનાજનો જથ્થો રાખનાર શખસ સામે સરકારી ગોડાઉનમાંથી કોઈ પણ રીતે આ માલ ચોરી કરી અહીં રાખ્યા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, અમદાવાદમાં રહેતા અને નાફેડમાં સાત વર્ષથી સિનિયર ફિલ્ડ એકિઝકયુટિવ તરીકે નોકરી કરનાર દિવ્યેશભાઈ પ્રવીણભાઈ ઠુંમર (ઉ.વ ૩૦) દ્રારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શકદાર તરીકે જયદીપ રમેશભાઈ અપારનાથીનું નામ આપ્યું છે.
દિવ્યેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૪૯૨૦૨૪ ના તેમને ગુજરાત રાયની નાફેડની અમદાવાદ સ્થિત ઓફિસ ખાતેથી સ્ટેટ હેડ તરફથી લેટર મળ્યો હતો જેમાં રાજકોટમાં તુવેર તથા રાયડો અનઅધિકૃત રીતે પડો હોવાની અને તેની હકીકત તપાસવાની વિગત લખી હતી. ગત તારીખ ૨૩૯૨૦૨૪ ના રોજ એકિઝકયુટિવ સુશીલ રાવતને આ બાબતે જાણ થયેલ હોય જેથી તેણે આ બાબતે તપાસ કરી હોય જેથી ફરિયાદીએ તેમનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે ગોકળભાઈ વિઠ્ઠલભાઈ મણવરના મકાનમાં આ અનઅધિકૃત રીતે નાફેડની જણસીનો જથ્થો પડો છે.
આ બાબતે તારીખ ૨૪૯૨૦૨૪ ના રોજ ધોરાજી મામલતદારની ટીમ દ્રારા ખરાઈ કરતા આ જથ્થો ગુજરાત રાજય નાગરિક પુરવઠા લિમિટેડનો નહીં હોવાનું માલુમ પડું હતું તથા તેના પર લાગેલ ટેગ પરથી નાફેડની જણસી હોવાનું માલુમ પડું હતું તેવી જાણ સુશીલભાઈ રાવતે ફરિયાદીને કરી હતી. બાદમાં કચેરીના લેટરના આધારે ફરિયાદી દિવ્યેશભાઈ તથા અન્ય એકિઝકયુટિવ મયુરભાઈ કાછડીયા બંને તારીખ ૨૪૯ ના સાંજના અમદાવાદથી અહીં ધોરાજીના મોટી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા ગોકળભાઈ વિઠ્ઠલદાસ મણવારના મકાનને આવ્યા હતા.
અહીં આવી જોતા મકાનમાં ચણા તથા રાયડા અને તુવેર ભરેલી શણની બોરીઓ પડી હતી જેમાંથી અમુક બોરીઓ ઉપર નાફેડના ટેગ તથા કયુઆર કોડ લાગેલા હોય તથા અમુક બોરીઓ પર અંબિકા મેન્યુફેકચર અને એજ મેન્યુફેકચર ઇન્ડિયા લખેલું હતું. આ કોથળાઓ નવા હોય અને નાફેડની જણસી આવા જ કોથળામાં ભરવામાં આવતી હોય જેથી મુદ્દામાલ નાફેડનો જ હોવાની ખાતરી થઈ હતી અહીં ૨૩૬ ચણાની બોરીઓ ૯૦ રાયડાની બોરીઓ, ૨૫ તુવેરની બોરીઓ સહિત કુલ ૧૧ લાખનો જણસીનો જથ્થો પડો હોય બાદમાં માલુમ પડું હતું કે, આ મુદ્દામાં જયદીપ રમેશભાઈ અપરનાથી હસ્તકનો છે. આ જયદીપ અગાઉ ખાનગી એજન્સીમાં સર્વેયર તરીકે નોકરી કરતો હોય આ બાબતે જયદીપ તરફથી હજુ સુધી આ જણસી કઈ રીતે મેળવી તે અંગે કોઈ આધાર પુરાવા નાફેડમાં રજૂ કરવામાં આવ્યા નથી.
અહીં મકાનમાં મળી આવેલી બોરીઓમાંથી એક બોરીના ટેગ ઉપર બારકોડ નીચે બોલપેનથી ખંભાળિયા લખેલ છે ખંભાળિયા એપીએમસી ખાતેથી ખરીદ કરેલ ચણા જામખંભાળિયાના ગામ તથીયા ખાતે આવેલા ગોડાઉનમાં સ્ટોરેજ કર્યા હતા જેથી શકદાર જયદીપે નાફેડ હસ્તકના ગોડાઉનમાંથી આ મુદ્દામાની કોઈપણ પ્રકારે ચોરી કરી હોય તેની શંકા સાથે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech