રાજકોટ સ્થિત એ.જી. (એકાઉન્ટ જનરલ) ઓફિસ વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરીત થવાની સત્તાવાર જાહેરાતના સાહ બાદ જ મહત્વના એવા રેકર્ડ રૂમમાં ગઈકાલે અચાનક આગ ભભુકી ઉઠી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે ત્વરીતપણે પહોંચી જેટલું રેકર્ડ (પોટલા) બચ્યા એ ઉગારી લીધા હતા. અચાનક લાગેલી આગ ભેદભરમના તાણાવાણા સર્જનારી બની ગઈ હતી. આટલી દિવાળીઓ વિતવા છતાં રેકર્ડ રૂમમાં તણખુંય પડતું ન હતું અને ગઈકાલે જ ફટાકડા ફત્પટતા રેકર્ડ રૂમ આગની લપેટમાં આવી ગયો હતો ? આગ ખરેખર આકસ્મિક જ હતી કે, અન્ય કાંઈ ? તેવું છાના ખુણે એજીના સ્ટાફ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રેસકોર્ષ રોડ સ્થિત એજી ઓફિસનો રેકર્ડ રૂમ જંકશન પ્લોટ વિસ્તારના કોલસાવાડીમાં ગેબનશા પીર દરગાહ પાસે આવેલો છે. આ રેકર્ડ રૂમમાં એજી ઓડિટ કે આવા મહત્વપુર્ણ કાગળો, પોટલાઓ બાંધીને રખાતા હોવાનું ફાયરના સુત્રોમાંથી જાણવા મળે છે. આ રેકર્ડ રૂમમાં આગ લાગ્યાના સમાચારના પગલે ફાયર બ્રિગેડની ટીમ જરૂરી બચાવ સાધનો સાથે દોડી ગઈ હતી. એજી ઓફિસના અધિકારીઓ પણ દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ બેકાબુ બને અને રેકર્ડ સાવ નાસ થઈ જાય એ પુર્વે તાત્કાલીક કામગીરી સાથે આગ કાબુમાં લીધી હતી. આગ કાગળોના પોટલાને લઈને તુરતં મોટું રૂપ પકડી શકે તેવા ફાયર સ્ટાફને પણ ડર હતો. જો કે, ત્વરીત પગલાથી કંટ્રોલ થઈ ગઈ હતી અને રેકર્ડ બચી ગયું હતું.
આગમાં કેટલુંક રેકર્ડ ઝપટે ચડયું હશે, પ્રાથમીક તબકકે તો ફટાકડાનો તણખો પડતા આગ લાગી હોઈ શકેનું અનુમાન લગાવાયું છે. જો કે, આટલી દિવાળીઓ વિતવા છતાં રેકર્ડ રૂમને કયારેય આવો ખતરો નથી પડયો. ગઈકાલની ઉજવણીમાં તણખો આવીને પડયો. રેકર્ડમાં કઈં અગત્યનું હતું કે, શું મહત્વનું હતું ? કે પછી રદ્દી હતું ? આવું કાંઈ સત્તાવાર રીતે જાહેર થયું નથી. રેકર્ડ રૂમ પર લાઈટની કે સિકયુરીટીની આવી કોઈ પ્રાથમીક સવલત ફાયર સ્ટાફને ત્વરીત મળી ન હતી. સાથે રહેલા જરૂરી સાધનોથી આગ કાબુમાં લીધી હતી. ઓફિસ ગાંધીનગર તબદીલ થવાની જાહેરાત બાદ જ ભભુકેલી આગે ચર્ચા જગાવી છે કે શું કોઈ રહસ્યમય આગ હતી કે, આકસ્મીક જ હતી ? તે ચર્ચાનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech