સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં બીસીએ સેમેસ્ટર ચારની પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાની ઘટના સંદર્ભે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ ન કરાતા અને પેપર લીક કરનાર સામે કોઈ કાર્યવાહી ન કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.
આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીએ પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના આંદોલનને ધ્યાનમાં રાખી યુનિવર્સિટીના મેઈન બિલ્ડિંગના દરવાજા બંધ કરી દેવાયા હતા. પરંતુ વિદ્યાર્થીઓએ હંગામા મચાવતા આખરે તે ખોલવા પડ્યા હતા. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે યુનિવર્સિટીના સતાધીશો નીચે આવ્યા ત્યારે તેની ઉપર નકલી નોટનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કુલપતિને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટના પેપર લીકની હોવા છતાં 19 એપ્રિલથી આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તપાસ કમિટી બનાવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આ પ્રકારની ઘટનાના કારણે વિદ્યાર્થીઓ અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. આ બનાવમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને જે કોલેજનું નામ ખુલે તેનું પરીક્ષા કેન્દ્ર રદ કરવું જોઈએ. જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ. આજના આંદોલનમાં છાત્ર યુવા સંગઠન સમિતિના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા એનએસયુઆઇના મંત્રી મયુર ખોખર બ્રિજરાજસિંહ રાણા રીયાઝ સુમરા પ્રણવ ગઢવી સમીર ચૌહાણ કલાપી વાળા આર્યન કનેરિયા અમન અન્સારી આર્યન સાવલિયા ફરાઝ મોગલ વિવેક ચાવડા સુજલ સોઢા આર્યન પઠાણ ગૌરવ ખીમસુરીયા વિશાલ રાઠોડ પ્રશાંત મકવાણા વિજય સાગઠીયા જયદીપ વિરાણી આયુષ ઝાલા હિતેશ પ્રજાપતિ હાર્દિક પંડ્યા શીતલ ગોહેલ શાહનવાઝ અને નેમભાઈ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech