પોરબંદરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ સપ્તાહ રેલી યોજાઇ હતી જેમાં જ્યાં સાંઢીયા ગટર ત્રણ મહિનાથી ખોદેલી અને ખુલ્લી છે ત્યાં જૂના ફૂવારાથી નગરપાલિકા કચેરી સુધી આયોજન થયુ હતુ.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગપે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિકાસ સપ્તાહ અંતર્ગત જુના ફુવારાથી નગરપાલિકા સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.
વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બે હજાર કરોડ પિયાના ખર્ચે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભવોની પ્રતિમાને પુષ્પહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech