રૂ. 3.15 લાખના મુદ્દામાલ સાથે ચાર ઝબ્બે
ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે પોલીસે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કારણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
ખંભાળિયાના લાલપરડા ગામે માસુમ બાળકીનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા રવિભાઈ પીઠાભાઈ નંદાણીયા નામના 25 વર્ષના યુવાનની દોઢ વર્ષની પુત્રી કિંજલનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ અહીંના પોલીસ મથકમાં કરવામાં આવી છે.
દ્વારકામાં નજીક જુગાર રમતા બે ઝડપાયા
દ્વારકા તાલુકાના ભીમરાણા ગામેથી પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા રણમલ સવા ચૌહાણ અને વસંત કારૂ જનગરીયાને ઝડપી લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech