મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રી સુધી દા અને બિયરનો જથ્થો ચોરખાનામાં છુપાવી પહોંચી ગયેલા આઇસર ચાલકને વિદેશી દાની અલગ અલગ બ્રાન્ડની ૬૨૫ બોટલ તેમજ બિયર ટીન નંગ ૪૮ મળી કુલ ૨,૭૨,૫૧૦ના દા બિયર સહિત કુલ પિયા ૧૨,૭૭,૫૦૧ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આઇસર ગાડી નંબર જીજે-૨૩એટી-૩૬૦૩ વાળી રાજકોટ તરફ આવી રહી છે. આ આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ હોવાનું અને આઇસર ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં દાનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રીએ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવતા આ આઇસર ગાડી નીકળતા આઇસર ચાલક મુળસિંગ પ્રભાતસિંગ રાઠોડ (ઉ.વ.૪૨) ધંધો ડ્રાઇવીંગ, રહે.કાનોડા તા.જી.બાડમેર (રાજસ્થાન)વાળાને પકડી પુછપરછ કરતા આઇસરમાંથી દા-બીયરનો જથ્થો કાઢી આપ્યો હતો.
વધુમાં પોલીસની પુછતાછમાં દાનો આ જથ્થો આરોપી દયાનંદ ગોપાલ રહે.કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવેવાળાએ મોકલ્યો હોવાનું અને રાજકોટમા: રાજુસિંગ નામના આરોપીને આ જથ્થો આપવામાં આવનાર હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે રોયલ સ્ટેગ વ્હીસ્કીની ૧૫૯ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ ૧૩૮, રોક વ્હીસ્કીની ૨૮૩ બોટલ, રીઝર્વ ૭ રેર વ્હીસ્કીની ૯ બોટલ, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૩૬ બોટલ, કીંગફીશર પ્રિમિયમ બીયર ટીન નંગ ૪૮ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.ા. ૧૨,૭૭,૫૧૦નો મુદ્દામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech