વલ્લભસદન પાસેનો પ્લોટ ૩,૫૨,૯૪૧ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે મુંબઈની ઈ–સિટી રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડે ખરીધો
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર પહેલા અનોખો ઈતિહાસ સર્જાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સ્થિત એક પ્લોટ શહેરના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ કિંમતે વેચાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાછળ મેટ્રો બ્રિજ પાસેના પ્લોટનો સોદો ૩,૫૨,૯૪૧ પિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે કરવામાં આવ્યો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૪૪૨૦ ચોરસ મીટર છે. આ જમીન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનની સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (એસપીવી)કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પેારેશન લિમિટેડ (એસએઆરએફડીસીએલ) દ્રારા સોમવારે પૂર્ણ કરવામાં આવી હતી. બિડિંગમાં ભાગ લેનારી કંપનીઓમાં મુંબઈ સ્થિત ઈ–સિટી રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડે સૌથી વધુ બોલી લગાવી હતી. શહેરમાં જમીનના સોદાના સંદર્ભમાં આ સૌથી વધુ કિંમત છે. હવે આ ડીલ એસએઆરએફડીસીએલના બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પેારેશનના જણાવ્યા અનુસાર, આ પ્લોટ પર મિશ્ર ઉપયોગ કોમર્શિયલ ડેવલપમેન્ટ (આવાસ સિવાય) પ્રવૃત્તિ થશે. આ ૪૪૨૦ ચોરસ મીટરના પ્લોટનો મંજૂર બિલ્ટ અપ એરિયા ૬૦૦૫૦ ચોરસ મીટર છે. મહત્તમ ઐંચાઈ ૬૬.૧૩ મીટર રાખવામાં આવી છે. શરતોને આધીન, જમીનની કિંમત બે વર્ષમાં ચૂકવી શકાય છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાછળ મેટ્રો પિલર પાસે આવેલી આ જમીન ખૂબ જ મહત્વની છે. માનવામાં આવે છે કે આ ડીલથી સાબરમતી રિવરફ્રન્ટનો નજારો વધુ આકર્ષક બનશે. તેમાં રેસ્ટોરાં, દુકાનો, લાઉન્જ, ફડ કોર્ટ, એટીએમ અને અન્ય કોમર્શિયલ જેવી પ્રીમિયમ સુવિધાઓનો સમાવેશ થશે. આ એક કોમર્શિયલ સેન્ટર હશે જે રાહદારીઓ માટે અનુકૂળ હશે. અહીં રહેણાંક પ્રોજેકટ બનાવવામાં આવશે નહીં. અહીં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, બીઆરટીએસ અને એએમટીએસની સુવિધા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech