પોરબંદર શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા અનેક વાહન ચાલકોની ધરપકડ થઈ છે તો બીજી બાજુ પોલીસે માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમો અંગેના પેમ્પલેટનું પણ વિતરણ કરીને જનજાગૃતિ ફેલાવી હતી.
પેમ્પલેટ વિતરણ દ્વારા જનજાગૃતિ
પોરબંદર શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ કલ્પનાબેન અઘેરા ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમો નું પાલન કરવા અપીલ થઈ હતી.પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સૂચનો થયા હતા જેમાં
હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ.રોંગ સાઈડ ડ્રાઈવિંગ કદી ન કરીએ.સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ.વાહન ચવાલતી વખતે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ.
માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરીને પુરઝડપે અથવા જોખમી રીતે વાહન ન ચાલવીએ. ઉતાવળ કરીને જોખમી રીતે ઓવરટેક ન કરીએ.લેન ડ્રાઈવિંગની શિસ્ત જાળવીએ.જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટંટ ન કરીએ.રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરીએ. લાઈસન્સ ન ધરાવતા કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા ન આપીએ. વિમા વગર વાહન ન ચલાવવું જોઈએ. પરમીટ ના નક્કી કરેલા નિયમ કરતાં વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે. દરેક વાહનનો વીમો ઉતરાવવો અનિવાર્ય છે. વીમા વગરના વાહનોમાં જો અકસ્માત થાય તો મુસાફરોને વીમાનો લાભ મળતો નથી. કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ. માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ ન કરવો.ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પોતાની તેમજ અન્યોની જીંદગી બચાવીએ તેવી અપીલ કરી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઈમરજન્સી સમયે પોલીસ માટે ૧૦૦,ફાયર બ્રિગેડ માટે ૧૦૧,એમ્બ્યુલન્સ માટે ૧૦૮,ટ્રાફિક હેલ્પલાઈન ૧૦૯૫ નો સંપર્ક સાધવા જણાવ્યું હતું.
વાહન ચાલકોની ધરપકડ
પોરબંદરના કુંભારવાડામાં રહેતો અલ્પેશ મનોજ બાંભણિયા દારૂ પીધેલી હાલતમાં સ્કૂટર લઈ ખોજા ખાના ચાર રસ્તા પાસેથી નીકળતા પોલીસે ધરપકડ કરી હતી. બોરીચા ના રાંદલ મંદિર પાસે રહેતો જેઠા રામા મુશાળ વનાણા ના ઓવરબ્રિજ પાસે રોંગ સાઈડમાં દૂધનું વાહન લઇ નીકળતા પોલીસે પકડી પાડ્યો હતો. એ જ રોડ ઉપરથી ધરમપુર રબારી કેડાના નાથા પાલા મોરી ને પણ રોંગ સાઈડમાં બાઈક ચલાવતા પકડી લેવાયો હતો. બોખીરા ના ફૂલવાડી વિસ્તારમાં રહેતા નાગા વિશા રાતિયા દારૂ પીધેલી હાલતમાં બાઈક લઇ બોખીરાના સતિ આઈ મંદિર પાસેથી નીકળતા પોલીસે પકડી પાડ્યો હતો. રાણાવાવના ગોપાલ પરામાં રહેતા યશ બાબુ સોલંકીએ રાણાવાવના નવા બસ સ્ટેશન સામે ફ્રુટ ની રેકડી ભયજનક રીતે પાર્ક કરતા ધરપકડ થઈ છે. કુતિયાણા નો નયન જયંતિ મહાવદિયા પસવારી ગામના પાટીયા પાસેથી ફૂલ સ્પીડે બાઈક લઈને નીકળતા પોલીસે પકડી પાડ્યો હતો. જામજોધપુરના પરડવા ગામનો હરદાસ કરશન ઓડેદરા દારૂ પીધેલી હાલતમાં બાઈક લઇ ચૌટા નજીકથી નીકળતા પોલીસે ધરપકડ કરી હતી. બગવદર નો પંકજ રવજી સોલંકી પૂર ઝડપે રીક્ષા લઈને બગવદરના ચાર રસ્તે થી નીકળતા પોલીસે ધરપકડ કરી છે. અડવાણા ગામના ધ્રોકડ ડેમ પાસે રહેતો રાજુ જેઠા દીવરાણીયા દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર બાઈક લઇ બગવદરના ચાર રસ્તે થી નીકળતા પોલીસે ધરપકડ કરી હતી. માધવપુર ના ગિરીશ ડાયા ભુવા એ અકસ્માત થાય તે રીતે સ્પ્લેન્ડર બાઈક પાર્ક કરતા કાર્યવાહી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech