બનાસકાઠાંનાં સેવાડાના નાનડા ગામ ભોરોલ (થરાદ પાસે) મા જન્મેલ ગગલદાસ માત્ર દોઢ વર્ષની ઉમરે પિતાને ગુમાવે છે, પણ સમજ આવતા સમજે છે કે, પિતાના માથે ચડેલુ દેવુ ચુકવવુ મારી નૈતિક ફરજ છે. એથી માત્ર ૧૫ વર્ષની ઉંમરે ગામડેથી એકલો અમદાવાદ આવે છે. કોથળાનો ફેરીનો વ્યાપાર કરી રોજના આઠ-બાર આના મેળવે છે. પ્રમાણિકતા અને પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા એવી કે, હિતસ્વી એને સલાહ આપે છે કે બારદાનનો નહી કાપડનો ધંધો કર. પોટલા ઉચકીની સરસપુરની શેરીઓમાં વેચે એક જ ભાવ અને બોલ્યા મુજબનો જ માલ " ના કારણે શાખ જમાવી ધીરે ધીરે લારી અને લારી માંથી દુકાન કરી મોટો વેપારી બને છે.
આ દરમ્યાન વડીલો લગ્ન પણ કરાવે છે. આંગણે બાળક પણ આવે છે. આ બધાય વાતાવરણમાં સજજન્તા, માણસાઈ, નેકઈમાનદારી, વિશ્વસતતા, આદર્શ શ્રાવક જીવન, ઉત્કૃષ્ટ પ્રભુ ભકિ, નિર્દભ સાધુ સેવા, આંગણે લઈ જઈ સ્વધર્મબંધુની ભોજન-ભકિત અને પત્નિ-પુત્ર ને ઉચ્ચ ધર્મનાં સંસ્કારોનું દાન આ બધુ કેવી રીતે કરે છે. એનું અદભુત વર્ણન ૧ થી ૫૪ પ્રકરણોવાળા પુસ્તકમાં ’ ચંદ્રમૌલી "લેખકે કયું છે.
આ ગ્રંથ તૈયાર થઈ આવતા રવિવાર તારીખ ૨૫ ના જૈનાચાર્ય કિર્તીયશસૂરીશ્વરજી મહારાજનાં સાનિધ્યમાં જાલોરી ભવનમાં ૩૫૦ સાધુ-સાધવીજી અને ૩,૦૦૦ આરાધકોની હાજરીમાં વિવિધ લાભાર્થી અને ગગલદાસ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવતા પરીવારનાં સભ્યોએ વિમોચન કર્યું હતું. આ ગંગલદાસ જ આગળ જઈ આચાર્ય ગુણયશસૂરીશ્વરજી મહારાજ બન્યા હતાં. આચાર્ય કિર્તીયશસુરીજી મહારાજનાં એ સંસાર પક્ષે પિતાશ્રી અને દીક્ષા પક્ષે ગુરુદેવ થતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech