પોરબંદરના અડવાણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવો જનરેટર સેટ ફાળવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆતના પગલે પોરબંદર તાલુકાના અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવો જનરેટર સેટ ફાળવવામાં આવશે.રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પત્ર લખીને અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્રને જનરેટર સેટ ફાળવવા રજુઆત કરી હતી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વાર્ષિક વિકાસ કાર્યક્રમ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ને જનરેટર સેટ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શ કરવામાં આવી છે. અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ડોર દર્દીઓ અને ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓને વીજ સપ્લાયમાં ખામીઓ સર્જાય ત્યારે પડતી હાલાકી દુર થશે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ રજુઆતના પગલે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં પોરબંદર તાલુકાના અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવો જનરેટર સેટ ફાળવવાની દરખાસ્તને મંજુરી મળી છે.
પોરબંદર તાલુકાના અડવાણા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) નો અડવાણા ઉપરાંત આસપાસના ગામના લોકો મોટાપાયે લાભ લેતા હોય છે. અહીં જ્યારે ઘણી વખત વીજ સપ્લાયમાં ખામીઓ સર્જાય ત્યારે ઈન્ડોર દર્દીઓ અને સી.એચ.સી. ના ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓને ભારે હાલાકી પડતી હતી. જેને ધ્યાને લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પત્ર લખીને અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ઇન્ડોર દર્દીઓ અને ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓની રોજની મુશ્કેલી દુર કરવા માટે જનરેટર સેટ મંજુર કરવા રજુઆત કરી હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆતના પગલે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વાર્ષિક વિકાસ કાર્યક્રમ વર્ષ ૨૦૨૫-૨૬ માં પોરબંદર તાલુકાના અડવાણા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ને જનરેટર સેટ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેના પગલે આગામી નાણાંકીય વર્ષમાં અડવાણા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ને જનરેટર સેટ ઉપલબ્ધ બનશે, જેના પગલે અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ખાતે સારવાર મેળવી રહેલ ઇન્ડોર દર્દીઓ અને ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓને વીજ સપ્લાયમાં ખામીઓ સર્જાતા પડતી હાલાકી દુર થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech