રાજકોટ શહેરના ઔધોગિક વિસ્તાર એવા વાવડીમાં .૨૩ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન નિર્માણ કરવામાં આવનાર છે, આ કામે લોએસ્ટ વન કોન્ટ્રાકટર એજન્સી બી.જે.ઓડેદરાને કામ આપવા સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત કરાઇ છે.ફાયર સ્ટેશન નિર્માણ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં કુલ ચાર ટેન્ડર આપ્યા હતા જેમાં બેકબોન કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડનું ટેન્ડર રિજેકટ થયું હતું, યારે અન્ય બાકી રહેતા ત્રણ ટેન્ડરમાંથી સૌથી ઓછા ૩.૭૨ ટકા ડાઉન ભાવ રજૂ કરનાર ઓડેદરાને કામ આપવા કાલે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નિર્ણય થશે.
દરખાસ્ત અંગે પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.–૧૧માં ટી.પી.સ્કીમ નં.–૨૮ (મવડી), એક.પી.નં.–૨૬(એ) નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નવું ફાયર સ્ટેશન બનાવવાનાં કામે ા.૨૦,૪૫,૯૧,૫૨૫ તથા પ્રવર્તમાન ૧૮ ટકા જી.એસ.ટી. સહિત આ કામે કુલ ા.૨૪,૧૪,૧૮,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં બેઝમેન્ટમાં પાકિગ, ગ્રાઉન્ડ ફલોર તથા મેઝેનાઇન ફલોરમાં ફાયર સ્ટેશન, કંટ્રોલ મ, સ્ટોર મ, ઓફિસ, ટોયલેટ બ્લોક, ફસ્ર્ટ ફલોરમાં એડમીન ઓફિસ તથા થ્રી–બેડ મ હોલ કીચન સહિત સ્ટાફ કવાટર્સ, બીજા માળ થી છઠ્ઠા માળ સુધી ર–બેડ મ, હોલ, કીચન સહિત સ્ટાફ કવાટર્સની સુવિધા સાથે કુલ ૩૩૮૬.૨૦ ચોરસ મીટર પ્લોટ એરીયામાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરનું બાંધકામ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે ૩૦૦૦૦ લોકોને ફાયદો થશે. અને ા.૨૦,૪૫,૯૧,૫૨૫ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech