રાજકોટ મહાનગરપાલિકામાં આજે ખુલતી કચેરીએ સફાઇ કામદારોનું ટોળું ધસી આવ્યું હતું અને વર્ષેા જુના પ્રશ્નો ઉકેલવા તેમજ કામદારોની ભરતી કરવા અને કામચલાઉને કાયમી કરવા સહિતના મુદ્દે મેયર અને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. વિશેષમાં વાલ્મિકી સંકલન સમિતિ–રાજકોટના લેટરપેડ ઉપર મ્યુનિ.કમિશનરને સંબોધીને લખેલા અને મેયર નયનાબેન પેઢડિયાને પાઠવેલા આવેદનપત્રમાં સફાઇ કામદારોના પ્રશ્નો બાબતે વિસ્તૃતમાં જણાવ્યું છે કે (૧) જનરલ બોર્ડના ઠરાવ મુજબ સફાઈ કામદારની ૪૪૧ જગ્યાના ફોર્મ બહાર પાડવામાં આવેલ તથા બીજી ૨૫૦ જગ્યા ભરવા માટે રાજકોટ મહાપાલિકા સહમત થયેલ છે તે જગ્યા રદ કરવામા આવેલ નથી તેની તાત્કાલિક ભરતી કરવી (૨) ૨૦૦૫ પછી કાયમી કરવામાં આવેલ સફાઈ કામદારોને પેન્શન નો લાભ આપવામાં આવતો નથી તેને હાઇકોર્ટના ચુકાદા મુજબ તથા ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ જયારથી પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ રોજમદારના ઓર્ડર મળેલ હોય તે દીવસથી જોઇનિંગ ડેઇટ ગણીને કાયમી નહી પણ નોકરીના ઓર્ડર મળેલ તે ગણતરી કરીને જુની પેન્શન યોજનાનો લાભ આપવો (૩) સૌરાષ્ટ્ર્રના સફાઇ કામદારો માટે વ્યાસ રિવ્યુ પચં કમિટીની રચના કરવામાં આવેલ તેના અભિપ્રાય મુજબ વાલમિકી સમાજની જ સફાઇ કામદાર તરીકે ભરતી કરવી અને તે મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ જનરલ બોર્ડમાં ઠરાવ કરેલ છે તેથી સફાઈ કામદારમાં વાલ્મીકી સમાજ સિવાય અન્ય કોઈની ભરતી કરવી નહી જો અન્ય સમાજની ભરતી કરવામાં આવશે તો ૧૯૯૬મા અન્ય સમાજની ભરતી સામે વાલ્મીકી સમાજે લોહીયાળ આંદોલન કરી અન્ય સમાજની ભરતી રદ કરાવી ૧૧૪૬ વાલ્મીકી સમાજના લોકોની ભરતી કરાવેલ તેથી અન્ય સમાજની ભરતી થવા જ નહી દઇએ (૪) ૧૯૯૬મા જેમ કોન્ટ્રાકટ બેઝના સફાઇ કામદારોની ભરતી કરવામાં આવી હતી તેમ તમામ કોન્ટ્રાકટ રદ કરી તે કામદારોને કાયમી કરવા (૫) સફાઇ કામદારના સ્વૈચ્છીક રાજીનામામાં બે–બે ત્રણ– ત્રણ વર્ષ સુધી અરજીનો નિકાલ કરવામાં આવતો નથી તથા જનરલ બોર્ડ ના ઠરાવ મુજબ સિવિલ હોસ્પિટલનું અનફીટ સર્ટિફિકેટ હોવા છતા રાજીનામા નામંજુર કરવામાં આવે છે આવી અન્યાયની પ્રથા છે બધં કરી સફાઈ કામદારના વારસદારોને નોકરી આપવી (૬) કોમ્પ્યુટરમાં હાજરીના કારણે સફાઇ કામદારોએ કામ કરેલ હોવા છતા તેમને વેતન મળતુ નથી આ અન્યાયી પ્રથા બધં કરવી આ સહિતના સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. યારે મેયરએ રજુઆત સાંભળી યોગ્ય કરવા ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech