મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર આવી જતા કુવામાં પડી ગયા હતા. અહીં તેમને તરતા આવડતું ન હોવાથી ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભાયલાભાઈ જમરા (ઉ.વ. 46) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
અકાળ કારણોસર ગોરીયાળીના આધેડે ગળાફાંસો ખાધો
દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા ઉકરડાભા હોથીભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત રવિવારે મૂળવેલ ગામની સીમમાં આવેલા એક અવાવરું મકાનના પેઢીયામાં દોરડું બાંધીને કોઈ અકળ કારણોસર આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર દેવીસંગભા (ઉ.વ. 27) એ ઓખા મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી હંગામી એસટી ડેપો શરૂ
March 17, 2025 01:47 PM6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
March 17, 2025 01:07 PMજામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગની ઘટના
March 17, 2025 01:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech