દ્વારકાના આવળપરા આ વિસ્તારમાં રહેતા મૂળ ઉતર પ્રદેશ રાજ્યના બલરામપુર જિલ્લાના મૂળ રહીશ મનોજ દિનેશભાઈ વર્મા નામના 15 વર્ષના શ્રમિક તરુણને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે સર્પદંશ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ વિનયકુમાર ગુપ્તાએ દ્વારકા પોલીસને કરી છે.
ભાણવડમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા
ભાણવડ તાલુકાના મોરઝર ગામેથી પોલીસે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દિનેશ લાખા કટારીયા, ગિરીશ ધનજી મંગેરા અને આલા દેવા બગડા નામના ત્રણ શખ્સોને રૂ. 5,210 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાંથી રામા મેપા કટારીયા, જીવા પીઠા વાઘેલા અને લીલા ગોવા બાટા નામના ત્રણ શખ્સોને રૂ. 2,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ભાણવડ ટાઉનમાંથી હરજીતસિંહ પ્રેમસિંહ સરદારજી, અમોલસિંઘ ઉર્ફે મિથુન પ્રેમસિંઘ ખીંચી અને રાણા આલા ચૌહાણ નામના ત્રણ શખ્સોને પોલીસે જુગાર રમતા રૂ. 1,670 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
અનધિકૃત રીતે માછીમારી કરવા સબબ જિલ્લામાં છ માછીમારો સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરી અને મંજૂરી વગર ફિશિંગ બોટ મારફતે માછીમારી કરી રહેલા અસગર ગફુર ભેસલીયાને દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. ખંભાળિયા તાલુકાના સલાયા ગામના અકબર ઈસ્માઈલ સંઘાર, ઈસ્માઈલ જુસબ સંઘાર અને અકબર તાલબ સંઘાર નામના ત્રણ શખ્સો સામે સલાયા મરીન પોલીસમાં તેમજ ઓખામાં દામજી જેટી પાસે નઝીર હમીર સંઘાર અને કનકાઈ જેટી પાસે ફરીદ સલીમ સોઢા નામના કુલ છ શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
કલ્યાણપુરના નગડીયા ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ: એક શખ્સ ફરાર
કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે કેશવ કરણા અમર નામના શખ્સને પોતાની વાડીની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઇ, લોખંડનો ચૂલો, ગેસ સિલિન્ડર, તાંબાની નળી, સહિતના રૂ. 3,020 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. આ પ્રકરણમાં રાજુ કેશવ અમર નામનો શખ્સ ફરાર જાહેર જાહેર થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech