કોઠારીયા રોડ પર નાળોદા સોસાયટી મેઈન રોડ પર રહેતા લતીફભાઇ રસુલભાઈ કારવા (ઉ.વ.35)નો યુવક ગત રાત્રે એક્ટિવા લઈ મિત્ર હુસેનભાઇ જુણાચ સાથે હાનિખાના તરફ જઈ રહ્યો હતો યારે રામનાથપરા જૂની જેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાગર મનસુખ ગોસ્વામી અને તેની સાથેનો દિનેશ ઉર્ફે બાબરી લીબડીયાએ ઝગડો કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા છરીના ઘા પડખા અને પગના ભાગે લાગી જતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ભોગ બનનારની પત્ની નસીમબેન ઈરફાનભાઈ ઉર્ફે લતીફ કારવા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી પોલીસે સાગર મનસુખ ગોસ્વામી અને દિનેશ ઉર્ફે બાબરી હકાભાઈ લીબડીયા (રહે-બંને જંગલેશ્વર) સામે આઈપીસીની કલમ 307,326, 323,504,506(2),114 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિએ જંગલેશ્વરમાં રહેતા તેના મિત્ર હિતેષ આહીરના નામે હિતેશ ઉર્ફે ખેંગારએ મોબાઈલ હપ્તેથી લીધો હોઈ, તેના હપ્તા ભરવા બાબતે તેને અને હિતેષ આહીરને બોલાચાલી ઝગડો થયો હતો. અને સાગર ગોસ્વામી તેમાં વચ્ચે પડ્યો હતો. બે દિવસ પહેલા હિતા ખેંગારના મિત્ર સાગર ગોસ્વામી સાથે ફોનમાં ગાળાગાળી થઇ હતી. ગઈકાલે મારા પતિ તેના મિત્ર હુસેન ભાઈઓ સાથે હાથીખાનામાં નાસ્તો કરવા જતા હતા ત્યારે રામનાથપરા જૂની જેલ પાસે હિતો ઉર્ફે ખેંગાર ઉભો હતો અને તેની સાથે સાગર ગોસ્વામીઓ પણ હતો ત્યારે હુસેનભાઈએ સાગરને બોલાવી તમારે બંનેને શુ વાંધો છે સમાધાન કરી નાખો કહેતા સાગર અને દિનેશ બંને ત્યાં આવી ગાળો આપવા લાગ્યા હતા અને નેફામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. અને ફરી વાર હાથમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પારો ફરી ઉંચકાયો, રાજકોટ સૌથી ગરમ શહેર, જાણો તમારા શહેરનું તાપમાન
April 13, 2025 08:25 PMIPL 2025: RCB એ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટથી હરાવ્યું
April 13, 2025 07:53 PMમુર્શિદાબાદ હિંસા પર TMC ધારાસભ્યએ કહ્યું- રમખાણો માટે મોદી, યોગી અને શાહ જવાબદાર
April 13, 2025 05:31 PMઅવકાશમાંથી આવુ દેખાય છે ભારત, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પોસ્ટ વાયરલ
April 13, 2025 05:20 PMગર્લફ્રેન્ડ ગૌરી સાથે ચીનમાં જોવા મળ્યો આમિર ખાન, જુઓ વિડિયો
April 13, 2025 04:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech