મહુવાના મોટા પીપળવા ગામ નજીક આજ ગામે રહેતા આધેડ રેલગાડીની અડફેટે આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસના કાફલાએ દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહુવા ગ્રામ્ય પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મહુવાના મોટા પીપળવા નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પાસે ગાડી અડફેટે આવી ગયેલી હાલતે આધેડ વયની વ્યક્તિની મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહબો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડી બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક મહુવા તાલુકાના મોટા પીપળવા ગામે રહેતા નરશીભાઈ સુખાભાઈ સાંખટ (ઉ. વ. ૫૫)ના હોવાનું તેમજ નરશીભાઈ કોઈ કારણોસર મોટા પીપળવા ગામ નજીકથી પસાર થયેલી રેલગાડીની અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યાનું ખુલતા મહુવા ગ્રામ્ય પોલીસે મૃતક નરશીભાઈના પરિવારનેજાણ કરતા મૃતક નરશીભાઈના ભાઈ મોહનભાઈ સહિતનાપરિવારજનો સહિતના દોડી આવ્યા હતા.
આ ઘટના અંગે હાલ મહુવા ગ્રામ્ય પોલીસે મૃતક નરશીભાઈના નાના ભાઈ મોહનભાઈ સાંખટ (ઉ. વ. ૪૨)નું નિવેદન લઈ હાલ અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશાન તપાસ હાથ ધરી હતી. ઘટનાથી મોટા પીપળવા સહિત આજુબાજુના ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech