શહેરના ભગતસિંહજી ગાર્ડન પાસે આરએમસીના આવાસ યોજના કવાર્ટરમાં મનોદિવ્યાંગ માતાની ખુદ પુત્રે બ્લેન્કેટથી ગળટુંપો આપી હત્યા કરી નાખી હતી.
મનોદિવ્યાંગ માતાએ છેલ્લા એક માસથી દવા લેવાનું પણ બધં કરી દીધું હોય જેથી તે વધુ તોફાન કરતા હોય અને બોલાચાલી કરતા હોય તેનાથી કંટાળી જઈ આ હત્યા કરી હોવાની પુત્રએ કબુલાત આપી હતી. પ્રથમ તેણે છરી વડે માથા પર હત્પમલો કર્યેા હતો. બાદમાં ટૂંપો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પુત્રે આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ તેવું સ્ટેટસમાં મૂકયું હતું.પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી હતી.હવે પુત્ર પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનું રટણ કરે છે. તો બીજી તરફ મહિલાનો અન્ય પુત્ર કચ્છમાં રહેતો હોય તેણે અંતિમવિધિ માટે આવવાનો ઇનકાર કરી દેતા પોલીસ સામાજિક કાર્યકરની મદદથી મહિલાના મૃતદેહની અંતિમવિધિ કરવા તજવીજ હાથ ધરી છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા જયોતિબેન જશવંતગર ગોસાઈ (ઉ.વ. ૪૮) ની વહેલી સવારે તેમનાં પુત્ર નિલેશે (ઉ.વ.૨૨) બ્લેન્કેટથી ગળેટુંપો દઈ, હત્યા નિપજાવ્યા બાદ પોતાના ભરતભાઈ મિત્રને કોલ કરી આ અંગે જાણ કરી હતી.
પ્રાથમિક પુછપરછમાં નિલેશ પોલીસને જણાવ્યું કે, તે દોઢ વર્ષનો હતો ત્યારે માતા પિતાનાં છૂટાછેડા થઈ ગયા હતાં. છૂટાછેડા બાદ તે માતા સાથે રહેતો હતો. પરંતુ માતાની માનસિક હાલત ઠીક ન હોવાથી તેને વૃધ્ધાશ્રમમાં રખાયા હતાં. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતાં. જેને કારણે તેને કચ્છનાં હોમ ફોર બોયઝમાં મોકલી દેવાયાં હતાં.
ત્યારપછી તે પુખ્તવયનો થતાં હોમ ફોર બોયઝમાંથી બહાર આવીને માતાની સાથે રહેવા લાગ્યો હતો. તેની માતાની માનસિક બીમારીની દવા ઘણાં સમયથી ચાલુ હતી. પરંતુ છેલ્લા એકાદ માસથી તેની માતાએ દવા લેવાનું બધં કરી દીઘું હતું. જેની આડઅસરપે તેની માતા અવારનવાર ધમાલ મચાવતાં હતાં. અપશબ્દો પણ બોલતાં હતાં. ગઈકાલે રાત્રે ફરીથી ધમાલ મચાવી, ઝઘડો કરતાં આવેશમાં આવી વહેલી સવારે તેણે પ્રથમ છરી વડે માતા પર હત્પમલો કર્યેા હતો જેમાં તેમને હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં નિલેશે ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી.
હત્યાના આ બનાવને લઇ વયુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જી. વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઈ ડી.આર.રત્નુ સહિતના સ્ટાફે હત્યારા પુત્રની ધરપકડ કરી હતી. બીજી તરફ પોલીસે મહિલાનો અન્ય પુત્ર જે કચ્છમાં રહેતો હોય તેને આ બાબતે જાણ કરતા તેણે પોતાને માતા કે ભાઈ સાથે કોઈ સંબધં ન હોવાનું કહી અંતિમવિધિ માટે આવવાનો ઇનકાર કરી દેતા પોલીસે સામાજિક કાર્યકરની મદદથી મહિલાની અંતિમવિધિ કરવા તજવીજ હાથ કરી છે. માતાની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ હવે પુત્રને પસ્તાવો થતા પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનું રટણ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબરડા ડુંગરમાં ધમધમતી દાની વધુ બે ભઠ્ઠીનો પોલીસે કર્યો નાશ
April 17, 2025 03:02 PMએમ.જી.રોડની ફુટપાથ ઉપર થયેલા દબાણને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી
April 17, 2025 03:00 PMજીવનભર વિદ્યાર્થી બની રહેવુ એ જ કારકિર્દીની સફળતાનો પાયો
April 17, 2025 02:59 PMતથાગત બુધ્ધની ભૂમિ ગયા ખાતે ઇત્તર પ્રવૃત્તિઓ ઉપર લગાવો રોક
April 17, 2025 02:58 PMઆવકવેરા વિભાગના નવા ડીજી તરીકે દિલ્હીના સુનિલકુમાર સિંહને સોંપાયો ચાર્જ
April 17, 2025 02:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech