બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી.બેઈલી રોડ પર આવેલી એક કોમર્શિયલ ઈમારતમાં આવેલા રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ પળવારમાં આખી ઇમારતમાં પ્રસરી ગઇ હતી. આ ઘટનામાં ૪૪ લોકોના ગંભીર રીતે દાઝી જવાથી અને ગુંગળાઈ જવાથી મોત થયા છે અને ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.જેમને તાબડતોબ સર્વર માટે ખસેડાયા હતા. બનાવની કણતા એ છે કે મૃતદેહો એટલા ક્ષત વિક્ષત બની ગયા હતા કે તેમને ટ્રકમાં નાખી ને લઈ જવા પડા હતા.
ઘટના બાદ ફાયર બ્રિગેડે ખતરનાક બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં સાત માળની ગ્રીન કોઝી કોટેજમાંથી ૭૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૨ બેભાન મળી આવ્યા હતા. આરોગ્ય પ્રધાન સામતં લાલ સેન, ઢાકા–૮ના ધારાસભ્ય એએફએમ બહાઉદ્દીન નસીમ અને વરિ કાયદા અમલીકરણ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રથમ માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં રાત્રે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ગ્રાહકો યાં જમતા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી.આ ઘટના બાદ ફાયર બ્રિગેડે ખતરનાક બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં સાત માળની ગ્રીન કોઝી કોટેજમાંથી ૭૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી ૪૨ બેભાન મળી આવ્યા હતા.
આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા અિશામકોએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકોના મોત ઇમારત પરથી છલાંગ માર્યા પછી અથવા દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે થયેલી ઇજાઓથી થયા હતા.
સવારે ૨ વાગ્યે મીડિયાને સંબોધતા આરોગ્ય પ્રધાન સામતં લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૩૩ અને શેખ હસીના નેશનલ ઇન્સ્િટટૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં ૧૦ વધારાના મૃત્યુની જાણ કરી હતી. પોલીસ મહાનિરીક્ષકે પાછળથી સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં વધુ એક મૃત્યુની પુષ્ટ્રિ કરી, મૃત્યુની કુલ સંખ્યા ૪૪ પર પહોંચી છે.
આ ગંભીર ઘટનાની જાણ થતા જ આરોગ્ય પ્રધાન સામતં લાલ સેન, ઢાકા–૮ના ધારાસભ્ય એએફએમ બહાઉદ્દીન નસીમ અને વરિ કાયદા અમલીકરણ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા.
આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને ખુલાસો કર્યેા કે, ૭૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા અિશામકોએ જણાવ્યું હતું કે મોટાભાગના ભોગ બનેલા લોકોનું મૃત્યુ ઇમારત પરથી કૂદકો માર્યા પછી અથવા દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે થયેલી ઇજાઓથી થયું હતું.
ઈમારતમાંથી મૃતદેહોને ટ્રકમાં ખસેડવાની પ્રક્રિયા સવારે ૧ વાગ્યાથી શ થઈ હતી. આગને કાબુમાં લેવા બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી), રેપિડ એકશન બટાલિયન (આરએબી), જનરલ અંસાર અને અંસાર ગાર્ડ બટાલિયન (એજીબી) ના સહયોગથી ૧૩ ફાયર સર્વિસ યુનિટોએ અથાક મહેનત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech