બાતમીના આધારે એસઓજી ત્રાટકી : હથિયાર સબંધે કરાતી પુછપરછ
જામનગરના દિગ્જામ સર્કલ પાસે એક બાતમીના આધારે એસઓજીની ટુકડીએ પાણાખાણ વિસ્તારમાં રહેતા એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે દબોચી લીધો હતો અને હથિયાર કયાથી મેળવ્યુ એ દિશામાં તપાસ હાથ ધરી છે.
એસપી અને ડીવાયએસપીની સુચનાથી એસઓજી પીઆઇ ચૌધરી તથા પીએસઆઇ ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન એસઓજીના હર્ષદકુમાર, દિનેશ સાગઠીયા, રમેશ ચાવડા તથા ચંદ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળતા જેના આધારે દિગ્જામ સર્કલ ઓવરબીજ નીચે તપાસ કરતા બેડેશ્ર્વર વિસ્તારના પાણાખાણમાં રહેતા ગુલામહાજી મહમદગોસ શેખ નામના શખ્સને દેશી બનાવટના એક તમંચા સાથે પકડી લીધો હતો.
આ અંગે પુછપરછ કરવામાં આવી હતી હથિયાર કયાથી મેળવ્યુ એ દિશામાં તપાસ લંબાવી હતી દરમ્યાન સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુલામહાજી શેખ સામે આર્મ્સ એકટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech