ઉપલેટાના ડુંગળીના વેપારી સાથે પ.બંગાળના શખસે ઉધારમાં માલ મંગાવી પેમેન્ટ ન કરી રૂ.૭.૯૯ લાખની છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી બંગાળના વેપારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે રહેતા ગોવિંદભાઇ નથુભાઇ બારીયા(ઉ.વ ૩૯) નામના આહિર વેપારીએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ.બંગાળના બસીરહટ શહેરના પપઇ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પપઇભાઇનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ,તેમની ઉપલેટા ખાતે આવેલી સતનામ ટ્રેડીંગ પેઢી પર વર્ષ ૨૦૨૨ ના સેવંત્રા ગામે આરોપી રાજકોટના વેપારીના પરિચય થકી ફરિયાદી પાસે આવ્યા હતાં અને તેણે પોતે ડુંગળીનો હોલસેલ વેપાર કરતો હોય તેમ જણાવ્યું હતું.બાદમાં ડુંગળીની ખરીદી કરવાની તેમ કહી તા. ૨૮/૮/૨૦૨૨ થી તા.૭/૯/૨૦૨૨ દરમિયાન કુલ રૂ.૪૯,૬૯,૩૬૮ ની ડુંગળી સતનામ ટ્રેડીંગમાંથી ઉધારમાં મંગાવ્યો હતો.જેમાં આરોપીએ કટકે કટકે કરી કુલ રૂ.૪૧,૬૯,૬૮૮ ચૂકવી દીધા હતાં જયારે બાકી નિકળતી રૂ.૭,૯૯,૬૮૦ ની રકમ ચૂકવી ન હતી.વેપારીએ આ રકમની માંગણી કરતા આરોપી બહાના આપતો હતો.અંતે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા વેપારીએ આ અંગે ભાયાવદર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech