રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતી ધો.૮ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી વડાળીનો શખસ અપહરણ કરી ગયો હતો.બાદમાં આ શખસે તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ થતા આજીડેમ પોલીસે આરોપી સામે દુષ્કર્મ, પોકસો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામા લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા 22 વર્ષથી રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં આધેડે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયેશ રણછોડ સાપરા (રહે. વડાળી, રાજકોટ) નું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે. જેમાં ત્રીજા નંબરની પુત્રી 13 વર્ષની છે અને ધો. 8 માં અભ્યાસ કરે છે. ફરિયાદીની પત્ની કેટરર્સમાં કામે જાય છે અને આરોપી પણ કેટરર્સમાં કામે આવતો હતો. થોડાં દિવસ પહેલા કેટરર્સમાં માણસોની વધું જરૂરિયાત પડતાં કેટરર્સ સંચાલકે ફરિયાદીને જાણ કરી હતી. જેથી તે દિવસે રવીવાર હોવાથી તેમની 13 વર્ષની પુત્રીને સ્કૂલે રજા હોવાથી તેને કેટરર્સમાં માતા સાથે કામે મોકલી હતી.
ત્યારે આરોપીએ ફરિયાદીની પુત્રી સાથે પરિચય કેળવી લીધો હતો અને તરૂણીની માતાના મોબાઈલમાં સ્નેપચેટમાં આઈડી બનાવી દિધું હતું. જે બાદ રાતના સમયે આરોપી તરૂણીને મેસેજ કરતો હતો. દરમિયાન ગઈ તા.15 ના તરૂણીને પરીક્ષા ચાલું હોય જેથી તે સવારે 10 વાગ્યે ઘરેથી નીકળી હતી. બાદમાં તે બપોર સુધી ઘરે ન આવતાં તેની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ આજીડેમ પોલીસ મથકે પણ પુત્રીની ગુમનોંધ પણ કરાવી હતી.
જે બાદ મોડી રાત સુધી તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન ફરિયાદીની અન્ય પુત્રીએ જણાવ્યું હતું કે, તેમની બહેન વડાળીના જયેશ સાથે ફોનમાં વાત કરતી હતી અને હોળીના દિવસે પણ તેઓ મળ્યાં હતાં. જેથી બીજા દિવસે સવારે કેટરર્સ સંચલકનો સંપર્ક કરી તેને વાત કરી હતી. જે બાદ આરોપી તરુણીને ઘર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો.
જે બાદ તરુણીને પોલીસ મથકે લઈ જતાં પોલીસ સામે તરૂણીએ જણાવ્યું હતું કે, આરોપી તેમને હુડકો ચોકડી પાસે મળ્યો હતો અને ત્યાંથી થોડાં સમયમાં પરત આવતાં રહીશું તેમ કહી આજીડેમ પાસેના બગીચા નજીક આવેલ તેની વાડીએ લઈ જઈ ધરારીથી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.બી જાડેજા અને ટીમે આરોપી સામે અપહરણ,દુષ્કર્મ અને પોકસો એકટન કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામા લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech