શહેરના ક્રેસન્ટ સંકલ પાસે ચોરાઉ મોબાઈલ વેંચવાની પેરવી કરતા ક સુભાષનગર વિસ્તારના શખસને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી ચ પુછપરછ કરતા એકાદ મહિના પહેલા મેઈન બજારમાં શ્રી આવેલી દુકાનેથી મોબાઈલની ચોરી કર્યાની કબુલાત આપી હતી.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે, એક માણસ ક્રેસન્ટ સર્કલ, મુકદ્દર ચા પાસે રોડ ઉપર ઉભેલ છે.જે આવતાં- જતાં માણસોને મોબાઈલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી ઔછ કરેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં દિપક અરવિંદભાઈ મોણપરીયા (ઉ.વ.૧૮ રહે. મફ્તનગર, દેવીપુજક વાસ, હરસિધ્ધીમાં વાળો ખાંચો, ને સુભાષનગર) મોબાઈલ ફોન સાથે મળી આવતાં તેની પુછપરછ કરતાં તે મોબાઇલ ફોન અંગે ફયું- ફયું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી મોબાઈલ ફોન શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી કરી મોબાઈલ ફોન બાબતે પુછપરછ કરતાં આજથી આશરે એકાદ મહિના પહેલાં બપોરના સમયે ભાવનગર, મેઇન સે બજારમાં આવેલ રાજા ફુટવેર નામની દુકાનેથી ચોરી કરેલ બી હોવાનું જણાવતા તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન શખસ સામે અગાઉ ઘોઘા રોડ પોલીસ મથક માં ત્રણ ગુના નોંધાયા હોવાનું ખુલ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech