મૂળ જામનગરના કલ્યાણપુરના વતની અને હાલ જેતપુરમાં રહેતા શખસે મૂળ જામનગર પંથકની જ વતની અને હાલ અહીં રહેતી ૨૧ વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યા અંગે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ યુવતીને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચયુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ૨૧ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના કલ્યાણપુરના વતની કાના કરમશી(ઉ.વ ૨૧) નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પણ મૂળ જામનગર પંથકની વતની હોય અહીં થોડા સમય પૂર્વે જ તે આવી હોય દરમિયાન આરોપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવી અવારનવાર તેના પર દુષ્કર્મ આચયુ હતું. જે અંગે તેણે આ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કાના કરમશી કે જે કલ્યાણપુરનો વતની હોય અહીં મજૂરી કામ માટે આવ્યો છે. આરોપી અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ જરી કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ પીએસઆઇ આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech