એક ફરાર : ધુળશીયા સીમમાં ઇંગ્લીશ દારુની ૩ બોટલ મળી, એકની અટક : એસટી રોડ પર દારુ સાથે એક ઝબ્બે
જામનગર નજીક મુંગણી ગામમાં એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે સિકકા પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૫૦ બોટલ, ૨ મોબાઇલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા જયારે એક ફરાર થઇ ગયો હતો. તેમજ ધુળશીયા જતા માર્ગે ઇંગ્લીશ દારુની ૩ બોટલ સાથે પરપ્રાંતીય શખ્સને પકડી લેવાયો હતો અને જામનગરના એસટી રોડ પરથી સરમતનો શખ્સ દારુની બે બાટલી સાથે ઝપટમાં આવ્યો હતો.
સિકકામાં મંદિર પાસે રહેતા સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવા નામના શખ્સના મુંગણી ગામે આવેલા રહેણાંક મકાને ઇંગ્લીશ દારુનો જથ્થો રાખવામાં આવ્યો છે એવી બાતમીના આધારે ગઇકાલે સિકકા પોલીસે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન મકાનમાંથી વ્હીસ્કીની ૫૦ બોટલ કિ. ૨૫ હજાર, તેમજ બે મોબાઇલ મળી કુલ ૩૫ હજારના મુદામાલ સાથે સુરેન્દ્રસિંહ ભિખુભા કંચવા તથા સિકકા ભગવતી સોસાયટી પાણીના ટાંકા પાસે રહેતા કરણસિંહ પ્રભાતસિંહ જાડેજા આ બંનેને દબોચી લીધા હતા. તપાસ દરમ્યાન જામનગરના અર્જુનસિંહ સોઢાનું નામ ખુલ્યુ હતું. ત્રણેયની સામે પ્રોહીબીશન એકટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
બીજા દરોડામાં મુળ એમપીના અલીરાજપુર જીલ્લાના ભીલાલા ગામના વતની અને હાલ કાલાવડના ધુળશીયાની સીમ વિસ્તારમાં વાડીએ રહેતા જગદીશ મગનીયા ડાવર નામનો શખ્સ ઇંગ્લીશ દારુની ૩ બોટલ લઇને કૃષ્ણનગરથી ધુળશીયા કાચા રસ્તે ડેમ પાસે નીકળતા ગ્રામ્ય પોલીસે પકડી લીધો હતો, એક મોબાઇલ અને દારુની બાટલી મળી ૬૫૦૦નો મુદામાલ જપ્ત કરાયો હતો.
આ ઉપરાંત જામનગર તાબેના સરમત ગામ ચોરા પાસે રહેતા ક્રિપાલસિંહ દિલુભા જાડેજા નામના શખ્સને વિદેશી દારુની બે બોટલ સાથે એસટી રોડ પરથી સીટી-એ પોલીસે પકડી પાડી દારુ અંગે પુછપરછ કરી હતી.
***
ભાડથરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: બે ફરાર
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા લખમણ જીણા કેસરિયા નામના ૩૮ વર્ષના આહીર શખ્સને ભાણવડ પોલીસે ચોખંડા - મોરઝર રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મોરઝર ગામના વિજય બગડા અને લાખા રબારીના નામ ફરારી જાહેર થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech