હાલમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે દેશના ઘણા ભાગો પૂરથી પ્રભાવિત છે. બિહારમાં દર ચોમાસે વરસાદના કારણે નદીઓમાં પૂર આવે છે. પૂરના કારણે લોકોના ઘર બરબાદ થઈ જાય છે. આવી સ્થિતિમાં બિહારના એક યુવકે એવું ઘર બનાવ્યું છે જે પૂરમાં ડૂબશે નહીં. આ ઘર બીજે ક્યાંય નહીં પરંતુ ગંગા નદી પર બનાવેલું છે.
આ અનોખું ઘર એક વર્ષ પહેલા બક્સરમાં બનાવવામાં આવ્યું હતું. આ ઘર ગંગા નદી પર તરતું રહે છે. આ ઘર બનાવવાનો વિચાર અરાહના રહેવાસી પ્રશાંત કુમારને આવ્યો હતો. પૂરમાં તેના ઘરના વારંવાર વિનાશને કારણે તેણે એક એવું ઘર બનાવવાનું નક્કી કર્યું જે ક્યારેય ન ડૂબે. પોતાના વિચારને સાકાર કરવા પ્રશાંતે કેનેડા, જર્મની અને નેધરલેન્ડમાં રહેતા મિત્રો સાથે પણ વાત કરી. બધાની મદદથી તેણે એવું ઘર બનાવ્યું કે પૂરના સમયે તે પાણી પર તરતું રહે. હવે આ ઘરની ચર્ચા ડેક જગ્યાએ થાય છે.
અનોખું ઘર
આ અનોખું ઘર કૃતપુરા ગામ પાસે બનાવવામાં આવ્યું હતું. ટ્રાયલ તરીકે બનાવવામાં આવેલ આ ઘર હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યું છે. આ ઘરને પાણીની નીચે લોખંડના એંગલથી બાંધવામાં આવ્યું છે. જ્યારે પૂર આવે છે ત્યારે તે મોજા સાથે તરે છે. આ ઘર એવી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે જેમાં પાણીની કોઈ અસર નથી. ઉપરાંત તેને બનાવવામાં વપરાતી સામગ્રી ખૂબ જ હળવી હોય છે. જેથી ઘર સરળતાથી પાણી પર તરતું રહે છે. એવું નથી કે આ ઘરમાં કોઈ સુવિધા નથી. આ ઘરની અંદર તમને રસોડું, બાથરૂમ અને બેડરૂમ પણ જોવા મળશે.
આ અનોખું ઘર બનાવવાનો વિચાર પ્રશાંતને ત્યારે આવ્યો જ્યારે તે 2017માં બાઇક દ્વારા સ્કોટલેન્ડ ગયો હતો. આ સમયગાળા દરમિયાન તેણે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. ત્યારે પૂરગ્રસ્ત લોકોને જોઈને તેના મનમાં આ વિચાર આવ્યો. બિહાર આવ્યા બાદ તેણે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. હાલમાં આ ઘર બનાવવાની કિંમત 6 લાખ રૂપિયા છે. આ ઘર ઇકો ફ્રેન્ડલી છે. તેને બનાવવા માટે વપરાતી ઈંટ ગાયના છાણ, માટી અને ભૂસાથી બનેલી છે. તે માત્ર હલકું જ નથી પરંતુ તે પર્યાવરણને પણ નુકસાન કરતું નથી. લોકો આ ઘરના ખૂબ વખાણ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતીકાલે બાલાહનુમાન મંદિરે બાર હજાર કિલો લાડુની પ્રસાદીનું થશે વિતરણ
April 11, 2025 02:07 PMમાધવપુરના મેળામાં ૧૦૮ ની ટીમે ૭૦ થી વધુ લોકોને આપી તાકીદની સારવાર
April 11, 2025 02:05 PMરાજકોટ : ગાંધીગ્રામ વિસ્તારની સમર્પણ હોસ્પિટલના કૌભાંડ મુદે ACP રાધિકા ભારાઈનું નિવેદન
April 11, 2025 02:00 PMસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech