દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર પોરબંદરની નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે જ ઓવરબ્રિજ ઉપરની તમામ લાઇટો લબુક-ઝબુક થઈ રહી છે.વાહનચાલકો પાસેથી તગડો ટોલટેક્સ વસુલનારી નેશનલ હાઈવે ઓથોરિટીએ આ લાઈટનું સમારકામ તાત્કાલિક કરવું જરૂરી બન્યું છે.પોરબંદરના ઓડદર થી ત્રણ માઈલ થઈને કુછડી જતા નેશનલ હાઇવે ઉપર અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ છે અને રાત્રિના સમયે અહીયા હાઇવે પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે,તેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને તેમાં માનવીઓ કે પશુઓનો ભોગ લેવાય તે પહેલા નેશનલ હાઈવે ઓથોરિટીએ જાગી જવું જોઈએ અને હાઇવે પરની તમામ સ્ટ્રીટલાઈટ તથા સર્વિસ રોડ પરની બંધ સ્ટ્રીટલાઈટનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ તે ઇચ્છનીય છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech