જૂનાગઢના ખડિયા ગામની સીમમાં શિકારના પ્રયાસ દરમિયાન વીજ તારને અડી જતા દીપડી ભડથું થઈ જવા પામી હતી. વન્ય પ્રાણીઓ અવારનવાર વીજ શોકના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે ખડિયા ગામની સીમમાં શિકારનો પ્રયાસ કરવા જતા વીજ પોલને અડકી જતા દિપડીનું મૃત્યુ થતાં શિકારી ખુદ શિકારને થયો હતો.
બીલખા રોડ પર ખડીયા ગામના ખેતરમાં ટ્રાન્સફોર્મર વાળા વીજ પોલ પર ગઈકાલે વહેલી સવારના દીપડી મૃત હાલતમાં તાર પર લટકતી હોવાનું વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ઘટના સ્થળે પહોંચેલ વન વિભાગે પહોંચી તપાસ કરી હતી. વીજ તાર પર દીપડી મૃત હાલતમાં લટકતી હતી તેની બાજુમાં જ વૃક્ષ આવેલું છે અને તંત્રના અનુમાન મુજબ વૃક્ષ પર છુપાઈને ચડી ગયેલી દીપડી વીજ તાર પર બેઠેલા પક્ષીનો શિકાર કરવા વૃક્ષ પરથી છલાંગ મારી અને પક્ષી ઊડી ગયું હોય પરંતુ દીપડી વીજતારમાં ચોંટી ગઈ હશે. દીપડીના મૃતદેહને વન વિભાગની ટીમ દ્રારા સકરબાગ ખાતે ખસેડવામાં આવી હતી અને તેમાં વીજ શોક લાગવાથી જ તેનું મોત થયાનું સામે આવ્યું હતું. ત્રણથી ચાર વર્ષની માદા દીપડીએ શિકાર માટેનો પ્રયાસ કરતા જીવ ગુમાવવાની ઘટના બનતા વન વિભાગ એ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech