ઉપલેટા પંથકમાં જે રામજીનો નારો આપનાર અને જેમને સમગ્ર જીવન સાદગીપૂર્વક જીવી શહેરમાં ભાઇચારાની ભાવના સાથે સમગ્ર જીવન ઉપલેટા પંથકને સમર્પિત કરનાર સતં શિરોમણી બ્રહ્મલીન બ્રહ્મચારીબાપુની નૂતન પ્રાણ પ્રતિા નિમિતે ટ્રસ્ટ દ્રારા શ્રીમદભાગવત સપ્તાહ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ ગઇકાલે સવારે શહેરમાં બ્રહ્મલીન બ્રહ્મચારી બાપુની નૂતન મૂર્તિ સાથે નગરયાત્રા નિકળતા સ્થાનિક પાંચ હજાર માણસો જોડાતા સમગ્ર શહેર જે રામજીના નારાથી ગુંજી ઉઠયું હતું.
ગઇકાલે સવારે નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિ ાના મુખ્ય દાતા ભગાભાઇ ભૂરાભાઇ બારૈયાના નિવાસસ્થાનેથી શણગારેલા બળદ, ટ્રેકટર અને બાપુના પરિવારજનોની હાજરીમાં બેન્ડ વાજાના સથવારે નિકળેલી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગેા ઉપર પસાર થતાં વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્રારા બ્રહ્મચારીબાપુની નૂતન મૂર્તિના ચરણોમાં પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રહ્મચારી બાપુ ઉપલેટા પંથકમાં ભૂતળાદાદા સહિત અનેક મંદિરોના નિર્માણ કર્યા છે. જેમાં હાલમાં પણ ભોળાનાથની પૂજા–અર્ચન થાય છે અને બાપુએ સમગ્ર જીવન સાદગીપૂર્વક જીવી સમગ્ર પંથકને જે રામજીનો નારો આપ્યો હતો તે આજે શહેરના માર્ગેા ઉ૫ર પસાર થતી શોભાયાત્રામાં જે રામજીના નારા લગાવતા લોકો જોવા મળી રહ્યા હતાં. શોભાયત્રામાં પાંચ હજાર જેટલા લોકો સ્વયંભુ જોડાતા સમગ્ર શહેરમાં માનવ મહેરામણ ઉભરાયું હતું. આ દરમિયાન પીઆઇ બી.આર. પટેલ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
અહીં ભોજન–પ્રસાદ કયારેય ખૂટયા નથી
૧૦ દિવસ માટે બ્રહ્મલીન બ્રહ્મચારીબાપુના સાંનિધ્યમાં શ્રીમદ ભાગવત સાહ અને નૂતન પ્રાણ પ્રતિ ા મૂર્તિના ઉત્સવ ચાલુ થયા ત્યારે બપોર એક વખત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જુની પેઢીના લોકો કહેતા કે બાપુની ડેરીયે કયારેય ભોજન–પ્રસાદ ખુટયાં નથી તે કહેવત આજે ૬૦ વર્ષ બાદ સાચી પડી તેવું દેખાયું હતું. ઉત્સવ ચાલુ થતાં જ દાન ધર્માદાની સરવાણી વહેતી થતા દરરોજ બે ટાઇમ ભોજન દસ હજાર માણસો લેતા, એક દિવસમાં એક હજાર કિલો શિખડં પ્રસાદમાં વપરાતો.
મુસ્લિમ સમાજે કોમી એકતા દાખવી નગરયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી
બ્રહ્મચારીબાપુ સતં હતાં તે કહેવત નગરયાત્રા નિકળી ત્યારે જોવા મળી હતી. નગરયાત્રા ભાદર રોડ ઉ૫ર પહોંચતા ત્યાં નગરસેવક ઇમરાન મિયા પીરઝાદા, રજાકભાઇ હિંગોરા, અને સમસ્ત મેમણ જમાત દ્રારા નગરયાત્રા પર ૨૧ કિલો ફત્પલોની વર્ષા તેમજ શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકો માટે સ્વખર્ચે ઠંડા પીણાની વ્યવસ્થા કરાઇ હતી ત્યારે ખરેખર કોમી એકતા જોવા મળી હતી.
વટેમાર્ગુ બાપુને કાયમ જે રામજી કહેતા
બ્રહ્મચારી બાપુની જગ્યા પાસેથી કોઇપણ વટેમાર્ગુ ૨૪ કલાકમાં ગમે ત્યારે બ્રહ્મચારીબાપુને જે રામજીનો નારો લગાવે ત્યારે સામે બાપુ અચૂક જે રામજીનો સંદેશો આપતા.
અંદાજીત એક લાખ લોકોએ પ્રસાદ લીધો
છેલ્લા આઠ દિવસ થયા બ્રહ્મચારીબાપુના સાંનિધ્યમાં ધાર્મિક ઉત્સવ ઉજવાઇ રહ્યા છે. તેમાં ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધીમાં એકાદ લાખ લોકો પ્રસાદ લેશે તેવી ધારણા બંધાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech