સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજમાં છેલ્લા ૨૧ વર્ષથી મહેશ્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ, જામનગર દ્વારા સમાજનાં સર્વાંગી વિકાસ માટે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, આરોગ્યને લગતા કેમ્પ, રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ જ્ઞાતિજનો તથા દાતાઓ આપેલ તન, મન, ધનથી સહકાર થકી સતત છેલ્લા ૨૧ વર્ષથી સમુહ લગ્નનું સફળતાં પૂર્વક આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ષે પણ સમિતિ દ્વારા ૨૨-મો સમુહ લગ્નોત્સવ (કન્યા વણંઝ) સવંત ૨૦૮૧, પોષ વદ-૧, મંગળવાર (મકરસંક્રાતિ) તા. ૧૪-૦૧-૨૦૨૫ ના રોજ " સમાજવાડી, મું.ઢીંચડા, તા. જી. જામનગર મુકામે આયોજન કરેલ છે. આ સમુહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતાં વર - કન્યાના વાલીઓએ ફોર્મ મેળવી મોડામાં મોડુ વર- કન્યાના જન્મ તારીખના આધાર માટે અસલ જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડયાના પ્રમાણપત્ર (દાખલો), આધાર કાર્ડની ફોટો કોપી તથા પાસપોર્ટ ફોટા સાથે તા. ૨૨-૧૨-૨૦૨૪ સુધીમાં સમિતિને ઓફિસ નં. ૬૨૧, ઈન્દ્રપ્રસ્થ, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ સુધીમાં પરત આપવાના રહેશે.
આ સમુહ લગ્ન અંગેની વિશેષ વિગત, માહિતી તથા ફોર્મ મેળવવા માટે સુરેશભાઈ કે. માતંગ, મો. ૯૮૨૫૨ ૯૫૯૫૮, જયંત વારસાખિયા (એડવોકેટ) મો.૯૯૦૯૮ ૩૩૬૬૬, દીપુભાઈ પારીયા ( કોર્પો.), મો.૯૭૨૩૬ ૯૦૩૬૪, માધવભાઈ ડગરા, મો. ૯૩૨૮૧ ૦૯૯૦૪, વિરજીભાઈ ડી.રોશીયા, મો.૯૭૧૨૫ ૮૦૬૪૪, લાખાભાઈ એમ.ફફલ, મો.૯૯૨૫૧ ૦૮૮૬૧, કિશનભાઈ નંઝાર, મો. ૮૧૪૧૩ ૩૩૫૫૫,રાજેશ બી. જાદવ, મો.૯૮૨૫૫ ૫૫૩૯૯, વિજય કે. નંઝાર, મો.૯૫૭૪૬ ૧૦૧૨૩, બિપિનભાઈ ધુલિયા, મો.૯૮૯૮૮ ૯૭૩૪૯,કેશુભાઈ જે. પરમાર, મો.૯૯૦૪૭ ૪૭૯૩૦, તુષારભાઈ આર. માતંગ : ભાટીયા: મો.૯૦૬૭૫ ૯૭૭૭૭ નો સંપર્ક કરવા જયંત વારસાખિયા તથા દિપુભાઈ પારીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech